Vice President Oath Ceremony: સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શપથ લેવડાવ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ શપથ સમારોહમાં હાજર રહ્યા. અમિત શાહ અને પીએમ મોદી પણ હાજર રહ્યા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, જેપી નડ્ડા સહિત ઘણા મંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. તેઓ 2024માં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. રાધાકૃષ્ણનને કુલ 452 મત મળ્યા હતા.
452 મત મળ્યા હતા
NDA સૂત્રોનું કહેવું છે કે, શુભ મુહૂર્ત જોયા પછી રાધાકૃષ્ણનનો શપથ સમારોહ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, ઝારખંડના સંતોષ ગંગવાર, ચંદીગઢના પ્રશાસક ગુલાબચંદ કટારિયાએ પણ સમારોહમાં હાજરી આપી હતી. રાધાકૃષ્ણન દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 9 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમાં તેમને કુલ 452 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત મેળવી શક્યા હતા.
સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા
ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા હતા. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો હવાલો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને સોંપવામાં આવ્યો છે. રાધાકૃષ્ણનને તમિલનાડુના મોદી તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કોઈમ્બતુર બેઠક પરથી બે વાર લોકસભા ચૂંટણી જીતી હતી. આ ઉપરાંત, તેઓ તમિલનાડુના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.