શુક્રવારે ફરી એકવાર હવાઈ મુસાફરોનો જીવ તાળવે ચોટી ગયો... જ્યારે કંડલાથી ઉડાન ભરતી વખતે સ્પાઇસજેટ બોમ્બાર્ડિયર Q400 વિમાનનું એક પૈડું તૂટી ગયું અને રનવે પર પડી ગયું. જોકે, સદનસીબે વિમાન મુંબઈમાં સુરક્ષિત રીતે ઉતર્યું અને તમામ 75 મુસાફરો સુરક્ષિત છે. આ વિમાને કંડલાથી માટે ઉડાન ભરી હતી.
કંડલા થી વિમાને ઉડાન ભર્યા બાદ કંડલા ATC તરફથી મળેલ માહિતી બાદ મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને થોડા સમય માટે અન્ફ્લાય ઇટ્સ રોકી દેવામાં આવી હતી. બાદમાં રનવે સાફ કરવામાં આવ્યો હતો અને સામાન્ય કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને કંડલાની ફ્લાઈટના તમામ મુસાફરોને કોઈ સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાથી સલામતી અંગે ચિંતા ચોક્કસ વધી છે, પરંતુ મુસાફરો માટે કોઈ ખતરો નથી.
એરપોર્ટ ઓથોરિટી તરફથી નિવેદન
દરમિયાન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'કંડલા એટીસીએ કંઈક પડતું જોયું. ઉડાન પછી, તેઓએ પાઈલટને તેના વિશે જાણ કરી અને એટીસી જીપને પડી ગયેલી વસ્તુ મેળવવા માટે મોકલવામાં આવી.' જ્યારે એટીસી ટીમ ત્યાં પહોંચી, ત્યારે જમીન પર ધાતુના વીંટી અને એક વ્હીલ મળી આવ્યા હતા..
મુસાફરના કેમેરામાં ઘટના કેદ
કંડલા થી ઉડાન ભરતી વખતે સર્જાયેલ આ દુર્ઘટનાની ક્ષણ એક મુસાફરના મોબાઈલ કેમેરામાં કેદ થઇ છે.. જયારે આ મુસાફર યાદગીરી માટે વિમાન ઉડાનની ઘટના કેમેરામાં કેદ કરી રહ્યો હતો ... વિમાનના ટેકઓફ સમયે પૈડું નીકળી ને ગબડતું હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વ્યાપક વાયરલ થયો છે.