Home Gujarat Gujarat Board Supplementary Exam Best Of 2 June

ધોરણ 10-12માં નાપાસ થયોલાં વિદ્યાર્થીઓ જૂનમાં આપી શકેશે પરીક્ષા : જાણો ક્યારે ભરાશે ફોર્મ

SSC અને HSCના બોર્ડની છબી
Play Video
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 12, 2026, 09:50 AM IST

ધોરણ 10 અને ધોરણ 12માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ‘બેસ્ટ ઓફ 2’ પદ્ધતિ હેઠળ ફરી પરીક્ષા યોજવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને રાહત મળશે, જેમને મુખ્ય પરીક્ષામાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી તેવા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ આ પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવી આવ્યું છે. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડશે નહીં.

‘બેસ્ટ ઓફ 2’ શું છે અને કેવી રીતે મળશે લાભ?

‘બેસ્ટ ઓફ 2’ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને બીજી તક આપવામાં આવે છે, જેમાં તેઓ પોતાના શ્રેષ્ઠ પરિણામના આધારે ગુણ મેળવી શકે છે. આ પદ્ધતિ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, જેઓ થોડા ગુણોથી નાપાસ થયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં નર્સિંગ ક્ષેત્રે મોટો સુધારો : 8 સ્પેશિયલાઈઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાનો લેવાયો નિર્ણય

પરીક્ષાની સંભવિત તારીખો

શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂરક પરીક્ષા 11 જૂનથી 22 જૂન વચ્ચે યોજાઈ શકે છે. આ સમયગાળો નવા શૈક્ષણિક સત્રના બીજા સપ્તાહમાં આવતો હોવાથી વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળવાની શક્યતા રહેશે. આથી, વિદ્યાર્થીઓ આગામી પ્રવેશ પ્રક્રિયા અથવા અન્ય શૈક્ષણિક આયોજનમાં વિલંબ વગર આગળ વધી શકશે.

આ પણ વાંચો: બાળકોમાં વધતા ‘સ્કૂલ ડ્રોપ આઉટ’ રેશિયો સામે તંત્ર એક્શનમાં : કમિશનર અને શિક્ષણ અધિકારી વાલીઓને સમજાવવા ઘરે-ઘરે પહોંચ્યા

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 મે નક્કી કરવામાં આવી છે જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 14 મે સુધી ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ સમયમર્યાદા અંદર ફોર્મ ભરવું ફરજિયાત રહેશે, નહીં તો તેઓ આ તકનો લાભ લઈ શકશે નહીં.

આ પણ વાંચો: NEET-UG 2026ની એક્ઝામ રદ : 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, પેપર લીકની ફરિયાદ પછી લેવાયો નિર્ણય

ઓનલાઈન ફી અને પ્રક્રિયા

આ વર્ષે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની નિયત ફી ઓનલાઈન જ ચૂકવવી પડશે. આ પગલું પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે લેવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ અને ફી પ્રક્રિયા પૂર્ણ કરે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઝડપાયું 'નકલી' નું કૌભાંડ! : ભેળસેળયુક્ત 2500 કિલો હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો જપ્ત

શિક્ષણ બોર્ડની તૈયારી શરૂ

શિક્ષણ બોર્ડે પૂરક પરીક્ષા માટે કામગીરી શરૂ કરી દીધી છે. પરીક્ષા કેન્દ્રો, પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અને અન્ય વ્યવસ્થાઓ માટે આયોજન ચાલી રહ્યું છે. આ વખતે પણ પરીક્ષા સુચારૂ રીતે યોજાય તે માટે વિશેષ

ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: રાજકોટમાં ફરી બુલડોઝર એકશન : ભીમનગર વિસ્તારમાં 33 મિલકતો પર ડિમોલેશન

આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને બીજી તક મળશે, જે તેમના શૈક્ષણિક અને કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે આ પગલું આશાજનક છે, જેઓ એકાદ વિષયમાં નિષ્ફળ રહ્યા છે. આ રીતે ગુજરાત સરકાર અને શિક્ષણ બોર્ડનો પ્રયાસ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now