સોનાની કિંમતોમાં ફરી થયા ફેરફાર, વાંરવાર કિંમતોના બદલાવને લઈને ખરીદી કરવા માટે લોકોને રહેતી હોય છે મૂંઝવણ, થોડા સમય પહેલાં તેમાં ભારે ઉછાડો જોવા મળ્યો હતો, જેના કારણે ગ્રાહકોને ખરીદીમાં મુશ્કેલી ઊભી થઈ હતી, ત્યારે હવે સોનાને લઈને સારા સમાચાર આવ્યા છે, તેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.
એક ગ્રામ ૨૪ કેરેટ સોનામાં ૧૧ રૂપિયાનો ઘટાડો
દેશમાં આજે સોનું થયું સસ્તું, હાલમાં ભાવ 10 રૂપિયાથી ઘટીને 1100 રૂપિયા થઈ ગયા છે અને નવી કિંમતોની યાદી પણ અપડેટ કરવામાં આવી છે. આજે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ ભારતમાં એક ગ્રામ ૨૪ કેરેટ સોનું ૧૧ રૂપિયા સસ્તું થયું છે. તેથી, આજે સોનાનો ભાવ ૧૧૧૦૬ રૂપિયા છે, જ્યારે પાછલા દિવસે તેનો ભાવ ૧૧૧૧૧૭ રૂપિયા હતો. ૮ ગ્રામ સોનું ૮૮ રૂપિયા સસ્તું થયું છે.
100 ગ્રામ સોનું 800 રૂપિયા સસ્તું
દરેક પ્રકારના સોનામાં લગભગ સરખો જ ઘટાડો નોંધાયો છે. 8 ગ્રામ સોનામાં 80 રુપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. હાલમાં 100 ગ્રામ સોનું 800 રૂપિયા સસ્તું થયું છે, જોકે ખરીદી કરનાર લોકોને વધારે ઘટાડાની આશા છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં કેવા ફેરફારો જોવા મળશે.