ભારતીય વેરેબલ બ્રાન્ડ Fire-Boltt એ નવા સ્માર્ટ ગ્લાસીસ સિરીઝ FireLens લોન્ચ કરી છે, જે ટેક્નોલોજીને રોજિંદા જીવન સાથે જોડે છે. આ લાઇનમાં FireLens Audio અને FireLens Vision AI મોડલ્સ રજૂ કરવામાં આવ્યા છે, જે હેન્ડ્સ-ફ્રી કોલ્સ, મ્યુઝિક, AI હેલ્પ, રીઅલ-ટાઇમ ટ્રાન્સ્લેટ અને હાઈ ક્વોલિટી ઈમેજિંગ જેવી અદ્યતન સુવિધાઓ આપે છે.
કિંમત અને ઉપલબ્ધતા
FireLens Audio – ₹3,499થી શરૂ
FireLens Vision AI – ₹9,999થી શરૂ
આ બંને ઉત્પાદનો fireboltt.com અને Flipkart.com પર ઉપલબ્ધ છે.
FireLens Audio
ડાયરેક્શનલ સ્પીકર્સ અને સ્માર્ટ માઇક્રોફોન સાથે.
કોલિંગ, મ્યુઝિક સાંભળવા અને વોઇસ આસિસ્ટન્ટ એક્સેસ માટે હેન્ડ્સ-ફ્રી અનુભવ.
સ્ટાઇલિશ ડિઝાઇન સાથે રોજિંદા ઉપયોગ માટે અનુકૂળ.
FireLens Vision AI
8MP સ્માર્ટ કેમેરા (Fire-AI ટેકનોલોજી આધારિત).
ફોટો કમાન્ડ – "Hey FireLens, Photo Lo" થી ક્લિક શક્ય.
1080p Full HD વિડિઓ રેકોર્ડિંગ.
તાત્કાલિક પ્રશ્નોના જવાબ, ચિહ્નો અને સાંસ્કૃતિક વાર્તાઓની માહિતી.
35+ ભાષાઓમાં રીઅલ-ટાઇમ અનુવાદ.
ફોટા, વિડિઓઝ, નોંધો અને વાતચીતો સાચવવાની સુવિધા.
FireLens મોડેલ્સ અને બેટરી
FireLens F1 – સ્ટાન્ડર્ડ ફિટ, 220mAh બેટરી.
FireLens F2 – મોટી ફિટ, 300mAh બેટરી.
FireLens F2 Pro – મોટી ફિટ, 390mAh બેટરી અને સંપૂર્ણ AI ક્ષમતા.
ડિઝાઇન અને ફીચર્સ
હળવા, સ્પ્લેશ-પ્રૂફ ફ્રેમ.
મેટલ હિન્જ અને મેગ્નેટિક ચાર્જિંગ પિન.
કેમેરા એક્ટિવ હોય ત્યારે LED.
રાઈટ ટેમ્પલ પર ટચપેડ નેવિગેશન.
પ્રિસ્ક્રિપ્શન લેન્સ અને ટ્રાન્ઝિશન લેન્સ સાથે કૉમ્પેટિબલ.
ડ્યુઅલ-માઇક્રોફોન સિસ્ટમ દ્વારા ક્લિયર ઑડિયો.
Siri, Google Assistant, Bixby અને ChatGPT જેવા વોઇસ આસિસ્ટન્ટ સપોર્ટ.
32GB ઇનબિલ્ટ સ્ટોરેજ.
FireLens AI એપ
સ્માર્ટફોન સાથે કનેક્ટિવિટી.
સેટિંગ્સ મેનેજમેન્ટ, ફર્મવેર અપડેટ, મીડિયા સિંક્રોનાઇઝેશન.
રીઅલ-ટાઇમ અનુવાદ અને AI મીટિંગ રેકોર્ડ રાખવાની સુવિધા.