એપલે તાજેતરમાં કરોડો iPhone યુઝર્સ માટે નવું iOS 26 અપડેટ રિલીઝ કર્યું છે. જોકે, અપડેટ બાદ ઘણા યુઝર્સે બેટરી ઝડપથી ઉતરવી અને ફોનમાં લેગ જેવી સમસ્યાઓની ફરિયાદ કરી છે. જો તમે પણ આવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવ અને પાછા iOS 18 પર ડાઉનગ્રેડ કરવા માંગો છો, તો અહીં સ્ટેપ-બાય-સ્ટેપ સરળ પ્રક્રિયા આપવામાં આવી છે.
ડાઉનગ્રેડ પહેલાં શું કરવું?
સૌથી પહેલા તમારા ડેટાનો બેકઅપ લો (iCloud, Mac પર Finder અથવા Windows પર iTunes દ્વારા).
Find My iPhone બંધ કરો (Settings > Name > Find My > Find My iPhone).
એક્ટિવેશન લોક સમસ્યાઓ ટાળવા માટે તમારા Apple ID માંથી સાઇન આઉટ કરો.
iOS 18 ઇન્સ્ટોલ કરવાની રીત
Appleની વેબસાઇટ અથવા iTunes પરથી તમારા iPhone મોડલ માટે iOS 18.6.2 IPSW ફાઇલ ડાઉનલોડ કરો.
USB-C અથવા Lightning કેબલ વડે iPhoneને Mac અથવા Windows PC સાથે કનેક્ટ કરો.
હવે તમારે iPhoneને DFU Modeમાં મૂકવો પડશે.
iPhoneને DFU Modeમાં કેવી રીતે મૂકશો?
Face ID વાળા iPhone પર:
પહેલા Volume Up દબાવી છોડો.
પછી Volume Down દબાવી છોડો.
હવે Side Button દબાવી રાખો જ્યાં સુધી સ્ક્રીન કાળી ન થઈ જાય.
Side Button દબાવી રાખતા Volume Down પણ 5 સેકન્ડ માટે દબાવો.
5 સેકન્ડ પછી Side Button છોડો, પરંતુ Volume Down દબાવી રાખો જ્યાં સુધી Finder તમારા ડિવાઇસને શોધી ન લે.
રીસ્ટોર અને ઇન્સ્ટોલેશન
Mac પર: Finder ખોલો → Option દબાવી રાખો → Restore પસંદ કરો → iOS 18.6.2 IPSW ફાઇલ પસંદ કરો.
Windows પર: iTunes ખોલો → Shift દબાવી રાખો → Restore પસંદ કરો → IPSW ફાઇલ પસંદ કરો.
ઇન્સ્ટોલેશન પૂર્ણ થવામાં થોડો સમય લાગી શકે છે. દરમિયાન iPhone ઘણી વખત રીસ્ટાર્ટ થશે, તેથી તેને કનેક્ટેડ રાખો.
ઇન્સ્ટોલેશન બાદ
તમારો iPhone નવો ડિવાઇસ તરીકે સેટ કરો અથવા તમારો જૂનો બેકઅપ પુનઃસ્થાપિત કરો.