Cockroach Janta Party Latest Updates: ભારતમાં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક નામ ઝડપથી ચર્ચામાં આવ્યું છે- “કોકરોચ જનતા પાર્ટી” અથવા CJP. માત્ર થોડા જ દિવસોમાં આ વ્યંગાત્મક અને ડિજિટલ આધારિત અભિયાનએ ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ મેળવી લીધા છે. અનેક અહેવાલો અનુસાર, CJPના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા હવે BJP અને કોંગ્રેસ જેવી મોટી રાજકીય પાર્ટીઓ કરતાં પણ વધુ થઈ ગઈ છે. આ આખી ઘટના માત્ર મજાક કે મીમ કલ્ચર સુધી સીમિત નથી રહી. રાજકારણ, બેરોજગારી, મોંઘવારી અને યુવાનોમાં વધતી અસંતુષ્ટિને લઈને આ પ્લેટફોર્મે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા ઉભી કરી છે.
ખાસ કરીને સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટીને Gen-Z અને યુવા વર્ગનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન NEETની પરીક્ષામાં થયેલાં કૌભાંડને કારણે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકની માગ અભિજીત દિપકેએ માંગ કરી છેકે, શિક્ષણમંત્રી રાજીનામું આપે. જેને કારણે હાલ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે. બીજી તરફ અભિજીતના માતા-પિતાએ કહ્યું- 2 રાતથી ઊંઘ્યા નથી, પોલીસનો ડર લાગે છે. તેમણે એવું કહ્યુંકે, તેમને પોતાના દિકરાની ધરપકડ થશે એવો ડર લાગી રહ્યો છે.
રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો!: જાણો પ્રારંભથી મોદીરાજ સુધી રાજ્યસભાની રાજનીતિનું બદલાતું ગણિત
‘કોકરોચ જનતા પાર્ટી’ શરૂ કેવી રીતે થઈ?
આ અભિયાન પાછળ અભિજીત દિપકે નામના ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટનું નામ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, તેઓ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા સ્થિત બોસ્ટનમાં રહે છે અને સોશિયલ મીડિયા આધારિત રાજકીય કન્ટેન્ટ પર કામ કરતા રહ્યા છે.
“કોકરોચ” નામ પાછળ પણ એક પ્રતીકાત્મક સંદેશ છે. સુપ્રીમ કોર્ટના એક ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ હતી, જેમાં બેરોજગાર યુવાનોની તુલના “કોકરોચ” સાથે કરવામાં આવી હોવાનું કહેવાયું. ત્યારબાદ આ શબ્દ સોશિયલ મીડિયા પર વિરોધ અને વ્યંગના પ્રતીક તરીકે વપરાવા લાગ્યો.
CJPએ પોતાને “Voice of Lazy and Unemployed” તરીકે રજૂ કર્યું છે. મીમ, ટૂંકા વિડિયો અને વ્યંગાત્મક પોસ્ટ્સ દ્વારા તેઓ રાજકીય સિસ્ટમ, બેરોજગારી અને જાહેર નીતિઓ પર કટાક્ષ કરે છે.
'માત્ર ગોરા બાળકો જ જોઈએ': ફિલ્મ માટે ઓડિશન આપવા ગયેલી અભિનેત્રી સાથે જે થયું...!
સોશિયલ મીડિયા પર એટલી ઝડપથી લોકપ્રિયતા કેમ?
CJPના ફોલોઅર્સનો વધારો અસાધારણ ગણાઈ રહ્યો છે. કેટલાક અહેવાલો મુજબ, માત્ર પાંચથી છ દિવસમાં જ આ એકાઉન્ટે 15થી 20 મિલિયન સુધી ફોલોઅર્સ મેળવી લીધા હતા.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે યુવાનોમાં હાલની રાજકીય વ્યવસ્થા પ્રત્યે વધતી નિરાશા આ ટ્રેન્ડ પાછળનું મોટું કારણ છે. રોજગારની અછત, વધતી મોંઘવારી, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને વિવાદો અને સોશિયલ મીડિયા પર વધતી રાજકીય ચર્ચાઓએ આ પ્રકારના ડિજિટલ મૂવમેન્ટને વેગ આપ્યો છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ માત્ર “વાયરલ મોમેન્ટ” નથી પરંતુ યુવાનોની મનોદશાનું પ્રતિબિંબ છે. જોકે, ઘણા રાજકીય વિશ્લેષકો એ પણ ચેતવણી આપે છે કે સોશિયલ મીડિયા ફોલોઅર્સને સીધા મતદારોમાં રૂપાંતરિત કરી શકાય તેમ નથી.
અમદાવાદ એરપોર્ટ દાણચોરીનું બન્યું હબ?: બેંગકોક ફ્લાઈટમાંથી 20 કરોડથી વધુનો ઝડપાયો ગાંજો, બેંગકોકથી આવ્યો હતો મુસાફર
શું આ સાચી રાજકીય પાર્ટી છે?
હાલ સુધી “કોકરોચ જનતા પાર્ટી” કોઈ સત્તાવાર રીતે નોંધાયેલ રાજકીય પાર્ટી નથી. તે વધુ એક ડિજિટલ અને વ્યંગાત્મક સામાજિક અભિયાન તરીકે જોવામાં આવે છે. છતાં, તેના દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓને કારણે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે.
તાજેતરમાં CJPએ NEET પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ઓનલાઇન અભિયાન પણ શરૂ કર્યું હતું.
આ સાથે જ CJPના X (જૂના Twitter) એકાઉન્ટને ભારતમાં “લીગલ ડિમાન્ડ”ને આધારે અટકાવવામાં આવ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. બાદમાં તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હેક કરવાનો પ્રયાસ થયો હોવાના દાવા પણ કરવામાં આવ્યા.
"મને 13 ગોળીઓ વાગી, મારી આંખો સામે માતા-પિતાનું મોત": પંજાબી યુવતીએ કેનેડા પોલીસ પાસે માંગ્યું ₹558 કરોડનું વળતર, મૂક્યો બેદરકારીનો આરોપ
વિવાદો અને સવાલો પણ ઊભા થયા
CJPની ઝડપથી વધતી લોકપ્રિયતા વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ ફોલોઅર્સની વિશ્વસનીયતા અંગે સવાલો પણ ઊભા કર્યા છે. કેટલાક દાવાઓ મુજબ, મોટી સંખ્યામાં ફોલોઅર્સ ભારત બહારથી હોવાની ચર્ચા ચાલી હતી. જોકે CJPના સ્થાપકે આ દાવાઓને નકારી કાઢ્યા અને મોટાભાગના ફોલોઅર્સ ભારતીય હોવાનું કહ્યું.
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એ ચર્ચા શરૂ કરી છે કે શું ભારતની આગામી રાજકીય લડાઈઓમાં સોશિયલ મીડિયા સૌથી મોટું હથિયાર બનશે? અથવા આ બધું માત્ર ટૂંકા ગાળાનું વાયરલ ટ્રેન્ડ સાબિત થશે?
PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી: પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા વીડિયો કોલથી પરિવારમાં ફફડાટ
ડિજિટલ રાજકારણનો નવો યુગ?
ભારતમાં રાજકીય પાર્ટીઓ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર સક્રિય છે, પરંતુ “કોકરોચ જનતા પાર્ટી”એ મીમ સંસ્કૃતિ, વ્યંગ અને યુવાનોની અસંતુષ્ટિને જોડીને નવી પ્રકારની ડિજિટલ એન્ગેજમેન્ટ ઊભી કરી છે.
આ અભિયાન ચૂંટણીમાં વાસ્તવિક રાજકીય અસર કરશે કે નહીં તે કહેવું હજુ વહેલું છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે - ભારતના યુવાનો હવે માત્ર પરંપરાગત રાજકીય ભાષણોથી પ્રભાવિત થવા તૈયાર નથી. તેઓ સોશિયલ મીડિયા મારફતે પોતાની નિરાશા, ગુસ્સો અને પ્રશ્નોને વધુ ખુલ્લેઆમ વ્યક્ત કરી રહ્યા છે.






