Home National Pm Modi Jhalmuri Seller Deepak Kumar Death Threats

PM મોદીને ઝાલમુરી ખવડાવનાર દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી : પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા વીડિયો કોલથી પરિવારમાં ફફડાટ

PM Modi Jhalmuri seller threat
Image Credit: @narendramodi
Published by: Nirali Gohil
Last Updated: May 22, 2026, 11:26 AM IST

PM Modi Jhalmuri: પશ્ચિમ બંગાળના ઝાડગ્રામમાં સાધારણ રીતે ઝાલમુરી વેચીને ગુજરાન ચલાવતા દીપક કુમારનું જીવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક મુલાકાત બાદ બદલાઈ ગયું હતું. જોકે, આ બદલાવ હવે દીપક અને તેમના પરિવાર માટે મુસીબતનું કારણ બન્યો છે. PM મોદીની ચૂંટણી રેલી દરમિયાન તેમની દુકાન પર ઝાલમુરી ખાવા આવવાની ઘટના બાદ દીપકને પાકિસ્તાન અને બાંગ્લાદેશના નંબર પરથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ફોન કરનારા લોકો માત્ર ધમકી જ નથી આપી રહ્યા, પરંતુ વીડિયો કોલ કરીને હથિયારો બતાવી તેમની દુકાન ઉડાવી દેવાની ચેતવણી પણ આપી રહ્યા છે. આ ઘટનાને પગલે દીપક અને તેમનો પરિવાર અત્યંત ભય અને તણાવ હેઠળ જીવી રહ્યો છે.

શું હતી તે મુલાકાતની યાદગાર ક્ષણ?

ગત 20 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાડગ્રામમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. રોડ શો દરમિયાન તેમણે અચાનક દીપક કુમારની ઝાલમુરીની દુકાન પર રોકાઈને ઝાલમુરીનો આનંદ માણ્યો હતો. વડાપ્રધાને પોતે આ મુલાકાતનો 40 સેકન્ડનો વીડિયો અને ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. દીપકે યાદ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને તેમને ગરીબી અને અભ્યાસ વિશે પૂછ્યું હતું અને ખૂબ જ સહજતાથી તેમની સાથે વાત કરી હતી. પીએમએ ઝાલમુરીના પૈસા પણ જબરદસ્તીથી ચૂકવ્યા હતા. લગભગ 10 મિનિટની આ મુલાકાતમાં રાજકારણ સિવાયની ઘણી વાતો થઈ હતી, જેનાથી દીપક અત્યંત ગૌરવની લાગણી અનુભવતા હતા.

દીપક કુમાર પીએમ મોદીને ઝાલમુરી આપતા. પીએમએ ત્યાં હાજર બાળકોને પણ ઝાલમુરી ખવડાવી હતી.

વિદેશી કનેક્શન અને વધતી જતી સુરક્ષાની ચિંતા

દીપક કુમારે પોલીસને આપેલી માહિતી મુજબ, તેમને સતત પાકિસ્તાન અને બાંગ્લાદેશના કોડવાળા નંબરો પરથી કોલ આવી રહ્યા છે. આ લોકો તેમની દુકાન ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે, જે એક ગંભીર સુરક્ષાનો મુદ્દો છે. દીપક મૂળ બિહારના રહેવાસી છે અને હાલ પોતાના માતા-પિતા સાથે પશ્ચિમ બંગાળમાં રહે છે. એક સામાન્ય નાગરિક તરીકે પીએમ સાથેની મુલાકાત તેમના માટે જીવનનો સૌથી મોટો અવસર હતો, પરંતુ હવે આ જ મુલાકાત તેમના માટે સુરક્ષાનું જોખમ બની ગઈ છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસતંત્ર દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કે આટલા મોટા પાયે ધમકીઓ પાછળ કયા તત્વોનો હાથ છે.

દીપક કુમાર ઝાલમુરી તૈયાર કરી રહ્યા હતા, ત્યારે પીએમ તેમની સાથે હસી-મજાક કરતા પણ જોવા મળ્યા હતા.

ક્યારેય વિચાર્યું નહોતું કે PM મોદી દુકાને આવશે: વિક્રમ સાવ

દીપક કુમાર મૂળ બિહારના રહેવાસી છે. હવે તેઓ પોતાના માતા-પિતા સાથે બંગાળમાં રહે છે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી દીપકે કહ્યું હતું- મેં ક્યારેય વિચાર્યું નહોતું કે વડાપ્રધાન મારી દુકાનમાં આવીને ઝાલમુરી ખાશે. મેં પૈસા લેવાની ના પાડી, પણ તેમણે જબરદસ્તીથી આપી દીધા. ખાઈને બોલ્યા કે સારું બન્યું છે. પીએમએ ભણતર વિશે પૂછ્યું, મેં જણાવ્યું કે ગરીબીના કારણે વધારે ભણી શક્યો નહીં. પછી પીએમએ કમાણી વિશે પૂછ્યું - મેં કહ્યું કે 1000-1200 રૂપિયા કમાઈ લઉં છું. તેઓ લગભગ 10 મિનિટ સુધી દુકાનમાં રોકાયા, તેમણે રાજકારણની કોઈ વાત કરી નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now