BABA VANGA GOLD PRICE PREDICATION: સોનાને લઈને બાબા વેંગાની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં, શું ખરેખર 2026માં આવશે ‘ગોલ્ડ ક્રાઇસિસ’? વૈશ્વિક આર્થિક સંકટ, બેંકિંગ સિસ્ટમ પર ભરોસો ઘટવાનો દાવો અને સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળાની અટકળો ફરી વાયરલ થઈ રહી છે. બલ્ગેરિયાની અંધ ભવિષ્યવક્તા તરીકે જાણીતી Baba Vanga ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સોશિયલ મીડિયા અને અનેક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સમાં એવો દાવો થઈ રહ્યો છે કે બાબા વેંગાએ વર્ષ 2026 માટે સોનાના ભાવને લઈને મોટી આગાહી કરી હતી. કહેવાય છે કે તેમણે વૈશ્વિક આર્થિક અસ્થિરતા, બેંકિંગ સિસ્ટમ પર વિશ્વાસ ઘટવો અને લોકો દ્વારા સોનામાં સુરક્ષિત રોકાણ વધવાનું પૂર્વાનુમાન આપ્યું હતું.
"જિંદગીમેં જો હોના થા હો ચુકા, અબ વો હોગા જો હમ ચાહેંગે" : આવું સ્ટેટસ મુકી હસીનાએ કેવી રીતે આપ્યો કરોડોના દાગીનાની ચોરીને અંજામ?
તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળતા ફરી બાબા વેંગાની આગાહી વાયરલ બની છે. અનેક રિપોર્ટ્સ અનુસાર 2026 દરમિયાન વૈશ્વિક સ્તરે નાણાકીય સંકટ ઊભું થઈ શકે છે અને તે સ્થિતિમાં લોકો ચલણ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતાં સોના અને ચાંદી જેવા ફિઝિકલ એસેટ્સ પર વધુ વિશ્વાસ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું હતી બાબા વેંગાની આગાહી?
વાયરલ થઈ રહેલા દાવાઓ અનુસાર બાબા વેંગાએ “કેશ ક્રેશ” અથવા વૈશ્વિક નાણાકીય ગડબડની ચેતવણી આપી હતી. આ દાવા મુજબ વિશ્વભરમાં મોંઘવારી, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ, સપ્લાય ચેઇનમાં અવરોધ અને બેંકિંગ ક્ષેત્રમાં અવિશ્વાસ વધતા રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોનાની ખરીદી તરફ વળી શકે છે. જેના કારણે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જો વૈશ્વિક મંદી જેવી પરિસ્થિતિ સર્જાય તો ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ આગામી સમયમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. જોકે આ તમામ દાવાઓ આગાહી અને અટકળોના આધારે છે, કોઈ સત્તાવાર આર્થિક સંસ્થા દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી.
અમદાવાદમાં કરોડોના દાગીનાની ચોરીના CCTV: હસતા-હસતા શો રૂમમાંથી સોનાના ઘરેણાં પર હાથ સાફ કરી ગઇ સેલ્સ ગર્લ
નિષ્ણાતો શું કહે છે?
ફાઇનાન્શિયલ નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવ અનેક પરિબળો પર આધારિત હોય છે. તેમાં વૈશ્વિક મોંઘવારી, અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિઓ, યુદ્ધ જેવી પરિસ્થિતિ, ડોલરની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોની માંગનો સમાવેશ થાય છે. માત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થતી આગાહીઓના આધારે રોકાણ કરવું જોખમી બની શકે છે. નિષ્ણાતો લાંબા ગાળાના રોકાણ માટે સોનાને સુરક્ષિત વિકલ્પ ગણાવે છે, પરંતુ “પેનિક બાયિંગ”થી દૂર રહેવાની સલાહ આપે છે. કારણ કે વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય બનતા સોનાના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે.
PM મોદીની અપીલ બાદ સોના-ચાંદીના ભાવમાં આવશે તોતિંગ ઉછાળો: કેન્દ્ર સરકારે આયાત ડ્યૂટી 6% થી વધારી સીધી 15% કરી, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે
કોણ હતા બાબા વેંગા?
બાબા વેંગાનું મૂળ નામ વેંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેઓ એક મહિલા છે, પરંતુ તેમને બાબા વેંગા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બલ્ગેરિયાની રહેવાસી હતા અને બાળપણમાં દ્રષ્ટિ ગુમાવ્યા બાદ ભવિષ્યવાણી કરવાની શક્તિ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના સમર્થકો માને છે કે તેમણે અનેક વૈશ્વિક ઘટનાઓ અંગે આગાહી કરી હતી, જોકે તેમના ઘણા દાવાઓને લઈને કોઈ સત્તાવાર પુરાવો ઉપલબ્ધ નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમની 2026 સંબંધિત આગાહીઓ ખાસ કરીને સોનું, વૈશ્વિક અર્થતંત્ર અને AIને કારણે નોકરીઓ પર અસર જેવા મુદ્દાઓ સાથે ફરી ટ્રેન્ડ થઈ રહી છે.





