Assembly Election Results 2026 Live Updates India: ભારતના પાંચ મહત્વપૂર્ણ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોની આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી આ ચૂંટણીના પરિણામો દેશના રાજકીય પરિપ્રેક્ષ્યને અસર કરશે તેવો અંદાજ છે. મતગણતરીની પ્રક્રિયા કડક સુરક્ષા વચ્ચે અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી આયોગના માર્ગદર્શનમાં ચાલી રહી છે.આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિવિધ રાજકીય પક્ષોએ જોરદાર પ્રચાર કર્યો હતો. હવે મતગણતરી શરૂ થતા જ પ્રારંભિક વલણો સામે આવવા લાગ્યા છે અને સત્તા કોના હાથમાં જશે તે અંગે ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ બનતું જઈ રહ્યું છે.
10:40 AM
Assembly Election Results 2026 Live:
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો: ક્યાંક ઉત્સાહ, ક્યાંક સન્નાટો
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની મતગણતરીના વલણોમાં ભાજપનો પક્ષ મજબૂત દેખાતા દિલ્હી હેડક્વાર્ટર પર પૂરી-જલેબી બનવાની સાથે ઉજવણીનો માહોલ શરૂ થયો છે. બીજી તરફ, કોલકાતામાં TMC કાર્યાલય પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારી પણ જીતના આત્મવિશ્વાસ સાથે નિવાસસ્થાનથી નીકળ્યા છે. અસમ અને પુડુચેરીમાં ભાજપની મજબૂત પકડ છે, જ્યારે તમિલનાડુમાં 'TVK' ની એન્ટ્રીથી સમીકરણો પલટાયા છે. તમામની નજર હવે અંતિમ પરિણામો પર ટકેલી છે.
10:30 AM
Assembly Election Results 2026 Live:
જ્યાં અમારી સ્થિતિ મજબૂત છે ત્યાં અમે જીતીશું. અસમમાં પરિવર્તનની એક લહેર છે- પવન ખેડા
વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરી વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ અસમમાં પરિવર્તનની લહેર હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે લોકતંત્રની જીત થશે અને કોંગ્રેસ જ્યાં મજબૂત છે ત્યાં ચોક્કસ વિજય મેળવશે. જોકે, હાલના વલણોમાં અસમમાં ભાજપ આગળ જણાય છે. બીજી તરફ, બંગાળમાં ભાજપ અને TMC વચ્ચે કાંટાની ટક્કર છે, જ્યારે તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી 'TVK' 80 બેઠકો પર લીડ મેળવીને સૌને ચોંકાવી રહી છે. તમામ રાજ્યોમાં પરિણામો હવે અંતિમ તબક્કા તરફ વધી રહ્યા છે.
10:00 AM
West Bengal Election 2026 Results Live Updates:
સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત: ભાજપનો દબદબો અને મોટા ઉલટફેર
પશ્ચિમ બંગાળના વલણોમાં ભાજપ મજબૂત પકડ જમાવી રહ્યું છે. હાઈપ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં મમતા બેનર્જી પાછળ છે અને સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. નંદીગ્રામમાં પણ સુવેન્દુ અધિકારી 3,100 મતોની સરસાઈ ધરાવે છે. પાનીહાટી બેઠક પરથી આરજી કર પીડિતાની માતા રત્ના દેબનાથ પણ લીડ મેળવી રહ્યા છે. બીજી તરફ, શ્યામપુકુરમાં TMCના શશિ પાંજા પાછળ છે, જ્યારે ડોમકલ અને જલાંગીમાં CPI(M) આગળ છે. બંગાળમાં હાલ 'કેસરીયો' માહોલ જોવા મળી રહ્યો છે.
9: 30 AM
Assembly Election Results 2026 Live:
અસમ-પુડુચેરીમાં ભાજપનો ડંકો, તમિલનાડુમાં વિજયની પાર્ટીએ ધમાલ મચાવી ટ્રેન્ડમાં નીકળી આગળ
વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરીમાં રસાકસી જામી છે. અસમમાં ભાજપ હેટ્રિક ભણી છે, જ્યારે પુડુચેરીમાં પણ NDA આગળ છે. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળા UDF એ લીડ મેળવી છે. તમિલનાડુમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં અભિનેતા વિજયની પાર્ટી 'TVK' 80 બેઠકો સાથે મોખરે છે. બીજા ક્રમે AIADMK+ 75 બેઠકો પર અને સત્તાધારી DMK 50 બેઠકો સાથે ત્રીજા સ્થાને પછડાયું છે. દક્ષિણ ભારતના આ રાજકારણમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે. એક્ઝિટ પોલ્સમાં અસમમાં ફરીથી હિમંતા સરકાર બનવાનું અનુમાન છે. જ્યારે તમિલનાડુમાં ડીએમકેની વાપસીના અણસાર છે.
આ પણ વાંચોઃ અમેરિકા અને યુરોપને પણ પાછળ પાડે એવું ગુજરાતનું ગામ : એકવાર જરૂર લેવા જેવી છે આ વૈભવી ગામની મુલાકાત
9:10 AM
West Bengal Election 2026 Results Live Updates:
PM મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી, ત્યાં ચારેય બેઠકો પર BJP આગળ:
પશ્ચિમ બંગાળની 293 બેઠકો માટેની મતગણતરીમાં ભાજપ અને TMC વચ્ચે અત્યંત રસાકસી જોવા મળી રહી છે. પ્રારંભિક વલણોમાં TMC 125 અને ભાજપ 105 બેઠકો પર આગળ છે. હાઈપ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જીએ લીડ જાળવી રાખી છે, જ્યારે સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. ખાસ વાત એ છે કે પ્રધાનમંત્રી મોદીએ જ્યાં 'ઝાલમુરી'નો આનંદ માણ્યો હતો, તે ચારેય બેઠકો પર ભાજપ આગળ છે. પાનીહાટી બેઠક પરથી આરજીકર પીડિતાની માતા પણ લીડ મેળવી રહી છે. પરિણામોના ઉત્સાહ વચ્ચે દિલ્હી ભાજપ કાર્યાલયમાં મીઠાઈઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ સમુદ્રતળે મળી ઇતિહાસની નવી કડી : દાયકાઓ બાદ બહાર આવ્યું સમુદ્રમાં છુપાયેલું રહસ્ય
પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ્, અસમ સહિત ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુ઼ડુચેરીના આજે ચૂંટણીના પરિણામો, સમજીએ દેશના આ પાંચ રાજ્યોની બેઠકોનું જીતનું ગણિતઃ
ક્રમાંક | રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ | કુલ બેઠક | બહુમતી માટે જરૂરી બેઠક |
|---|---|---|---|
1 | પશ્ચિમ બંગાળ | 293 | 147 |
2 | તમિલનાડુ | 234 | 118 |
3 | કેરલમ | 140 | 71 |
4 | અસમ | 126 | 64 |
5 | પુડુચેરી | 30 | 16 |
રાજ્યવાર બેઠક અને બહુમતીનો આંકડો
પાંચેય પ્રદેશોમાં કુલ બેઠકો અને બહુમતી માટે જરૂરી આંકડો રાજકીય ગણિત માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળમાં કુલ 293 બેઠકો છે જેમાંથી બહુમતી માટે 147 બેઠકોની જરૂર છે. તમિલનાડુમાં 234 બેઠકો સાથે 118નો આંકડો બહુમતી માટે જરૂરી છે. કેરલમમાં 140 બેઠકો છે જ્યાં 71 બેઠકો જીતનાર પક્ષને સત્તા મળશે. અસમમાં કુલ 126 બેઠકો છે અને બહુમતી માટે 64નો આંકડો નક્કી કરાયો છે. જ્યારે પુડુચેરીમાં 30 બેઠકો સાથે 16 બેઠકો બહુમતી માટે જરૂરી છે. આ આંકડાઓ આધારે રાજકીય પક્ષો પોતાની વ્યૂહરચના બનાવીને પરિણામો પર નજર રાખી રહ્યા છે.
રાજકીય પૃષ્ઠભૂમિ અને મુખ્ય મુકાબલા
આ ચૂંટણીમાં અનેક રાજ્યોમાં સીધી ટક્કર જોવા મળી છે. પશ્ચિમ બંગાળમાં પરંપરાગત પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષો વચ્ચે જોરદાર મુકાબલો રહ્યો હતો. તમિલનાડુમાં દ્રવિડ રાજકારણની બે મુખ્ય શક્તિઓ વચ્ચે સત્તાની હોડ છે, જ્યારે કેરલમમાં પરંપરાગત બે મોરચાઓ વચ્ચે સીધી લડત જોવા મળી. અસમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વચ્ચે ગઠબંધન રાજકારણ મુખ્ય મુદ્દો રહ્યો હતો. પુડુચેરીમાં નાના પ્રદેશ હોવા છતાં રાજકીય સમીકરણો ખૂબ જ સંવેદનશીલ છે અને દરેક બેઠક નિર્ણાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ તમારા સંતાનોને તો નથી ને આવી ખરાબ લત? : દીકરીની લત છોડાવવા માતા-પિતાએ ઘરમાં રાખ્યા બાઉન્સરો, દર મહિને ચૂકવવા પડે છે 70-80 હજાર
મતગણતરી પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા
મતગણતરી કેન્દ્રોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) અને VVPAT સ્લિપ્સની ગણતરી માટે નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી આયોગ દ્વારા તમામ રાજ્યોમાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે જેથી પારદર્શિતા જળવાઈ રહે. પ્રારંભિક તબક્કામાં પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારબાદ EVMના પરિણામો જાહેર થવા લાગશે. દરેક રાઉન્ડ પછી અપડેટ આપવામાં આવી રહ્યા છે અને મીડિયા તથા જનતા બંને માટે માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે.
આ પણ વાંચોઃ ગુજરાતનું આ અનોખું ગામ જ્યાં કોઈના ઘરે નથી સળગતો ચૂલો : આખું ગામ એકસાથે બેસીને જમે છે ચોખ્ખું દેશી ભોજન!
પરિણામોનો રાજકીય અને જાહેર પ્રભાવ
આ પરિણામો માત્ર રાજ્ય સ્તરે જ નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણ પર પણ અસરકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પરિણામોને સેમિફાઇનલ તરીકે પણ જોવામાં આવે છે. જીતનાર પક્ષો માટે આ આત્મવિશ્વાસ વધારવાનો મોકો હશે, જ્યારે હારનાર પક્ષો માટે આત્મમંથનનો સમય આવશે.
જનતા માટે આ પરિણામો સ્થાનિક વિકાસ, શાસન અને નીતિઓ પર સીધી અસર કરશે. રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર આગામી સરકારની દિશા નક્કી થશે. મતગણતરી પૂર્ણ થયા બાદ સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થશે. જો સ્પષ્ટ બહુમતી મળે તો સરકાર બનાવવામાં સરળતા રહેશે, પરંતુ હંગ એસેમ્બલીની સ્થિતિમાં ગઠબંધન રાજકારણ મહત્વપૂર્ણ બનશે. રાજ્યપાલની ભૂમિકા પણ કેટલીક જગ્યાએ મહત્વપૂર્ણ બની શકે છે. આગામી કલાકોમાં સ્પષ્ટ ચિત્ર સામે આવશે અને દરેક રાજ્યમાં સત્તાનો કબ્જો કોણ મેળવે છે તે નક્કી થશે. સમગ્ર દેશની નજર આ પરિણામો પર ટકી રહી છે.





