Home Entertainment Thalapathy Vijay Divorce Trisha Controversy Gujarati

વિજય-સંગીતાના લગ્નમાં મોટી તિરાડ! : 8 વર્ષ નાની અભિનેત્રી માટે છોડ્યો પત્નીનો સાથ? 27 વર્ષ પછી થશે છૂટાછેડા!

Thalapathy Vijay
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: May 04, 2026, 09:22 AM IST

Thalapathy Vijay: તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયના અંગત જીવનમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. 27 વર્ષના લગ્ન જીવન પછી તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ સાથે છૂટાછેડાની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. આ વિવાદે તમિલનાડુમાં રાજકીય અને સિનેમેટિક વર્તુળોમાં તીવ્ર ચર્ચા જગાવી છે.

સંગીતાએ છૂટાછેડાની અરજીમાં વિજય પર લગ્નેત્તર સંબંધ અને માનસિક ત્રાસના ગંભીર આરોપ લગાવ્યા છે. બંનેને બે સંતાનો છે. આ દરમિયાન વિજયનું નામ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે વારંવાર જોડાતું રહ્યું છે. ત્રિશા વિજય કરતાં 8 વર્ષ નાની છે અને બંનેએ ગિલ્લી, તિરુપાચી, આથી, કુરુવી, લીઓ જેવી અનેક હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

પ્રેમ લગ્નથી તૂટતા સંબંધ સુધીની વાર્તા

વિજય અને સંગીતાનું લગ્ન 25 ઓગસ્ટ 1999ના રોજ થયું હતું. તે પ્રેમલગ્ન હતું. સંગીતા વિજયની મોટી ફેન હતી. તે તમિલ ઉદ્યોગપતિની પુત્રી હતી અને યુકેમાં રહેતી હતી. વિજયની ફિલ્મ પૂવે ઉનક્કાગા (1996)ની સફળતા પછી તે લંડનથી ભારત આવીને વિજયને મળી હતી. પ્રથમ મુલાકાતમાં જ વિજય પ્રભાવિત થયો અને ત્રણ વર્ષની ડેટિંગ પછી બંનેએ લગ્ન કર્યા. વિજય ખ્રિસ્તી અને સંગીતા હિન્દુ છે.

આ પણ વાંચો: જન્મદિવસે તિરુપતિ પહોંચી ત્રિશા કૃષ્ણન : ચૂંટણીમાં વિજયની જીત માટે પ્રાર્થના? સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

વિજયના લગ્ન તૂટવાની અટકળો તેજ

હવે આ સંબંધ 27 વર્ષ પછી તૂટવાની આરે છે. ત્રિશા સાથેના સંબંધોને કારણે વિજયના લગ્ન તૂટવાની અટકળો તેજ છે. ત્રિશાને ઘણી વખત "ઘર તોડનાર" તરીકે ટ્રોલ કરવામાં આવે છે, જેના પર તે તીખી પ્રતિક્રિયા આપતી રહી છે.આ વિવાદ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પછી વધુ તીવ્ર બન્યો છે અને અટકળો ચાલી રહી છે કે ત્યારબાદ વિજય અને ત્રિશા લગ્નની દિશામાં આગળ વધી શકે છે. ફિલ્મ જગતના આ સુપરસ્ટારના અંગત જીવનની આ તોફાની વાર્તા હાલમાં તમામ હેડલાઈન્સ પર છવાઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now