Home Entertainment Trisha Krishnan Tirupati Visit Thalapathy Vijay Election News

જન્મદિવસે તિરુપતિ પહોંચી ત્રિશા કૃષ્ણન : ચૂંટણીમાં વિજયની જીત માટે પ્રાર્થના? સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

Trisha Krishnan
Image Credit: pinterest
Published by: Suman Dabhi
Last Updated: May 04, 2026, 06:07 AM IST

Trisha Krishnan: સાઉથ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી અભિનેત્રી Trisha Krishnan ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. પોતાના જન્મદિવસની આગલી સાંજે Tirupati Balaji Temple ખાતે દર્શન કરવા ગયેલી ત્રિશાની મુલાકાત હવે માત્ર ધાર્મિક ઘટના રહી નથી તે રાજકીય અને વ્યક્તિગત અટકળો સાથે જોડાઈ ગઈ છે.

4 મેના રોજ પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે જોકે, ત્રિશાની આ તિરુપતિ મુલાકાતને હવે તમિલનાડુની ચૂંટણીમાં થલપતિ વિજયની જીત સાથે જોડીને જોવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ વાયરલ વીડિયો જોઈને કહી રહ્યા છે કે ત્રિશાએ વિજયની જીત માટે ખાસ પ્રાર્થના કરી હશે.

વિજય-ત્રિશા પર ફરી ચર્ચા

છેલ્લા કેટલાક સમયથી વિજય અને ત્રિશા વચ્ચે રિલેશનશિપની અફવાઓ ચાલી રહી છે. બંનેએ અનેક હિટ તમિલ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. છેલ્લે 2023માં લોકેશ કનાગરાજની ફિલ્મ લિયોમાં જોવા મળ્યા હતા. વિજયની પત્ની સંગીતા સાથે અલગ થવાની અફવાઓ પણ વારંવાર સામે આવતી રહી છે, જોકે કોઈપણ પક્ષે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો: તારા સુતારિયા ફરી પડી પ્રેમમાં! : 10 વર્ષ મોટા સ્ટાર સાથે નવું રોમાન્સ! વીર પહાડિયા સાથે બ્રેકઅપ પછી મોટો ટ્વિસ્ટ!

TVKના ચૂંટણી વલણો

ત્રિશાના તિરુપતિ વીડિયો વાયરલ થતાં નેટિકન્સે લખ્યું, “જન્મદિવસે વિજય માટે આશીર્વાદ માંગવા ગઈ હશે.” આ દરમિયાન થલપતિ વિજયના પક્ષ TVKના ચૂંટણી વલણો પણ તેમના તરફેણમાં જણાઈ રહ્યા છે.

વિજયની આગામી ફિલ્મ 'Jana Nayagan' હાલમાં સેન્સર બોર્ડમાં અટવાયેલી છે અને ચૂંટણી પરિણામો પછી તેની રિલીઝ થઈ શકે તેવી શક્યતા છે. આજે તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થવાના છે. વિજયની જીતમાં ત્રિશાની પ્રાર્થના કામ આવશે કે નહીં, તે જલ્દી જ જાણવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now