Tara Sutaria: બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા છેલ્લા કેટલાક મહિનાઓથી તેના અંગત જીવનને લઈને સતત સમાચારોમાં છવાઈ રહી છે. વીર પહાડિયા સાથેના જાહેર સંબંધ અને ત્યારબાદ અચાનક બ્રેકઅપની અફવાઓ પછી હવે તેના જીવનમાં એક નવા હેન્ડસમ હંકનો પ્રવેશ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
તારા સુતારિયા અને આદિત્ય રોય કપૂરની અફવાઓ
વીર પહાડિયા સાથેના બ્રેકઅપ પછી તારા સુતારિયા હવે આદિત્ય રોય કપૂર સાથે જોડાઈ રહી હોવાના સમાચારો સામે આવ્યા છે. ફિલ્મફેર સહિતના કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તારા તેનાથી 10 વર્ષ મોટા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. બંને એકબીજાની કંપનીમાં સમય વિતાવી રહ્યા હોવાનું અને નજીક આવી રહ્યા હોવાનું નજીકના સૂત્રોનું કહેવું છે.
જો કે, તારા કે આદિત્ય બંનેમાંથી કોઈએ આ અફવાઓને અત્યાર સુધી પુષ્ટિ આપી નથી. જાહેરમાં તેઓ સાથે વધુ જોવા મળ્યા નથી, પરંતુ અફવાઓ ચાલુ જ છે.
વીર પહાડિયા સાથેની પ્રેમ કહાની અને બ્રેકઅપ
તારા સુતારિયાએ 2025માં સોશિયલ મીડિયા પર વીર પહાડિયા સાથે ડેટ કરવાની જાહેરાત કરી હતી. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા, કાર્યક્રમોમાં હાજરી આપતા હતા અને પરિવારો સાથે પણ જોવા મળ્યા હતા. લોકો આ સંબંધને લાંબા ગાળાનો માનતા હતા. પરંતુ એપી ધિલ્લોન વિવાદ પછી અચાનક બ્રેકઅપના સમાચારો ફેલાવા લાગ્યા. એક સ્ટેજ પર્ફોર્મન્સના વીડિયોમાં તારા અને એપી ધિલ્લોન વચ્ચેની નિકટતાએ વિવાદ વધાર્યો હતો. ત્યારબાદ વીર અને તારા વચ્ચે અંતર વધતું જતું હોવાની અફવાઓ શરૂ થઈ.
જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ બ્રેકઅપને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યું નથી. તેઓ હજુ પણ સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરે છે અને જૂના ફોટોઝ પણ હજુ ઉપલબ્ધ છે.ચાહકો હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તારા સુતારિયા પોતાના અંગત જીવન વિશે કંઈ સ્પષ્ટ વાત કરશે કે નહીં. શું વીર સાથેનો અધ્યાય સત્તાવાર રીતે પૂરો થયો છે અને આદિત્ય સાથે નવી આશિકી શરૂ થઈ છે? સમય જ કહેશે.





