Newsmakers Awards 2026: 18મા ન્યૂઝમેકર્સ એવોર્ડ્સ 2026માં ટીવીના સુપરસ્ટાર દિલીપ જોશી અને પ્રખ્યાત ગાયક હરિહરનને સન્માનિત કરવામાં આવ્યા છે. શેફ સંજીવ કપૂરને પણ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા. 1 મેના રોજ વૈદેહી તમન દ્વારા આયોજિત આ ભવ્ય સમારંભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
દિલીપ જોશીએ જેઠાલાલની સફળતાનો શ્રેય આપ્યો નિર્માતા અસિત મોદીને
એવોર્ડ મેળવ્યા બાદ ANI સાથે વાત કરતા દિલીપ જોશીએ કહ્યું, “જેઠાલાલનું પાત્ર ભજવવાની તક આપવા બદલ હું મારા નિર્માતા અસિત કુમાર મોદીનો આભાર માનું છું. અમારી સિરિયલ હવે 18 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે અને હજુ પણ ટોચના 10માં છે.”તેમણે આધ્યાત્મિકતા પર ભાર મૂકતાં કહ્યું, “ગમે તે ક્ષેત્રમાં કામ કરો કે ગમે તે ધર્મનું પાલન કરો, જો તમે આધ્યાત્મિકતાને અપનાવશો અને દૈવી શક્તિમાં વિશ્વાસ રાખશો તો તમને અલગ પ્રકારની સફળતા મળશે.”
આ પણ વાંચો: 'પિતરાઈ ભાઈએ ગંદી રીતે ટચ કર્યું, લાગ્યો હતો પ્રેગ્નન્સીનો ડર' : અબોશન કરાવવા માંગતી હતી આ અભિનેત્રી
હરિહરને મળ્યો લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ
લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત ગાયક હરિહરને પોતાની સંગીત યાત્રા વિશે વાત કરતાં કહ્યું, “સંગીત ઉર્જા છે, સકારાત્મક ઉર્જા છે. જો તમારું સંગીત સાંભળીને 10 લોકો પણ ખુશ થાય છે તો તે જ મોટી વાત છે. સંગીત મનોરંજન કરે તો તેનું કામ પૂરું થયું.”શેફ સંજીવ કપૂરને પણ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપીને તેમના વર્ષોના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું.
આ એવોર્ડ્સ સમારંભમાં તમામ કલાકારોએ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પોતાની સફરની પ્રેરક વાતો વહેંચી.





