Kanika Mann misbehaved: ટીવી એક્ટ્રેસ કનિકા માન હાલમાં 'નાગિન 7' માં ડ્રેગનના રોલમાં જોવા મળી રહી છે. તેને ટીવી શો 'ગુડ્ડન તુમસે ના હો પાયેગા' થી લોકપ્રિયતા મળી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કનિકાએ તેના બાળપણના એક ભયાનક અનુભવ વિશે ખુલાસો કર્યો છે, જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.
કઝિન ભાઈએ કરી હતી ગંદી હરકત

કનિકાએ 'હોટરફ્લાય' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે તે નાની હતી ત્યારે તેના એક કઝિન ભાઈએ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. તેણે કનિકાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ ઘટનાથી તે એટલી હદે ડરી ગઈ હતી કે તેને મનમાં એવો ડર બેસી ગયો હતો કે ક્યાંક તે પ્રેગ્નન્ટ તો નહીં થઈ જાય ને! તે સમયે કનિકાને પ્રેગ્નન્સી વિશે કોઈ ખાસ સમજ નહોતી.
અબોશન માટે ખાતી હતી પપૈયું

પોતાનો ડર વ્યક્ત કરતા કનિકાએ કહ્યું હું ત્યારે ચોથા ધોરણમાં ભણતી હતી. મને ખબર નહોતી કે બાળક કેવી રીતે થાય છે. મેં ત્યારે એવી વાતો સાંભળી હતી કે પપૈયું ખાવાથી અબોશન (ગર્ભપાત) થઈ જાય છે."
તેણે આગળ જણાવ્યું કે, "હું ડરના માર્યા ખૂબ પપૈયું ખાતી હતી. ઘરે ભાભી કે ચાચી આવી વાતો કરતા હતા, એટલે મને લાગતું હતું કે જો પ્રેગ્નન્સી રહી ગઈ હશે, તો પપૈયું ખાવાથી તે ખતમ થઈ જશે."
માતા-પિતાને જણાવતા લાગતો હતો ડર
![]()
કનિકાએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ વેકેશન પર ગયા હતા. તે સમયે કનિકાએ પોતાના માતા-પિતાને આ વિશે કશું જ નહોતું જણાવ્યું. તેને ડર હતો કે કદાચ આ બાબતમાં તેને જ દોષિત ઠેરવવામાં આવશે.
વર્ષો પછી બહાર આવી હકીકત
કનિકાએ આ આઘાતજનક વાત તેના માતા-પિતાને પણ થોડા વર્ષો પહેલા જ જણાવી છે. બાળપણની એ ઘટનાને કારણે તેના મનમાં એક ઊંડો ડર બેસી ગયો હતો. જોકે, વર્ષો પછી તે આ માનસિક ટ્રોમા અને દુર્ઘટનામાંથી બહાર આવી શકી છે.





