Social Media and Mobile Side Effects: કહેવાય છેકે, ટેકનોલોજી એક બાજુ આશીર્વાદ છે તો બીજી બાજુ એ જ ટેકનોલોજી અભિષાપ બની શકે છે. કંઈક આવી જ ઘટના અમદાવાદમાં સામે આવી છે જેને સાંભળીને તમારા હોંશ ઉડી જશે. વધતુ જતુ સોશિયલ મીડિયાનું વળગણ તમારા બાળકોના જીવ માટે જોખમી બની શકે છે. દરેક વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક હાઈ પ્રોફાઈલ દંપતીને 16 વર્ષની દિકરીને મોબાઇલનું ગજબનું વળગણ છે.
પરિવાર પાસેથી એવી માહિતી મળી છેકે, મોબાઇલ વિના તેમની 16 વર્ષિય દીકરી એક મિનિટ પણ રહી શકતી નથી. તેની મોબાઇલની લતના કારણે તેના માતા-પિતા અને આખો પરિવાર ત્રાહિમામ થઇ ચુક્યો છે. કારણકે, જેવો દીકરી પાસે થી મોબાઇલ લઇ લેવામાં આવે તો તે અચાનક એકદમ હિંસક સ્વરૂપ ધારણ કરી લે છે. સગીરાને મોબાઈલનું એટલી હદે વળગણ થઈ ગયું છે કે, મોબાઈલ લઈ લેતા તે એટલી હદે ગુસ્સે થતી હતી કે, ઘરનું ફર્નિચર પણ તોડી નાંખતી હતી. જેથી માતાપિતાએ તેના માટે મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર પડી હતી.
ફોન લઇ લો તો હિંસક બની જાય છે 16 વર્ષિય દીકરીઃ
અમદાવાદમાં એક માતાપિતા પોતાની દીકરીના જાનલેવા મોબાઈલની લત અને હિંસક વ્યવહારથી એટલી હદે પરેશાન થઈ ગયા હતા કે, તેઓ ઘરની અંદર પણ સુરક્ષા માટે બાઉન્સરો રાખવા પડ્યાં. તમે વિચાર કરો કે એ મા-બાપની શું દશા થઈ હશે કે જેને જુવાનજોત દીકરીને લાગ્યું હોય મોબાઈલ અને સોશિયલ મીડિયાનં ગાંડપણ. દશા એવી થઈ કે અમદાવાદમાં 16 વર્ષીય એક દીકરી પર નજર રાખવા માટે માતાપિતાને 24x7 બે શિફટમાં ચાર બાઉન્સર મૂકાવવાની જરૂર પડી હતી. જેની પાછળ માતા-પિતા મહિને લગભગ 70 થી 80 હજાર ખર્ચી રહ્યાં છે. નિષ્ણાત ડોક્ટરોના મતે આ દીકરી ફોન અને સોશિયલ મીડિયાની એટલી હદે આદિ થઈ ચૂકી છે કે, મોબાઈલ લઈ લેવા પર તે હિંસક બની જાય છે.
આ પણ વાંચોઃ અમેરિકા અને યુરોપને પણ પાછળ પાડે એવું ગુજરાતનું ગામ : એકવાર જરૂર લેવા જેવી છે આ વૈભવી ગામની મુલાકાત
પરિવારના જણાવ્યા અનુસાર, દીકરી દિવસના ઘણા કલાકો મોબાઇલ પર પસાર કરતી હતી અને પરિવાર સાથેનો સંપર્ક લગભગ તૂટી ગયો હતો. ખોરાક, ઊંઘ અને અભ્યાસ જેવી મૂળભૂત બાબતોમાં પણ બેદરકારી જોવા મળતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માતા-પિતાએ મોબાઇલનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરાવવા માટે બાઉન્સરો રાખ્યા હતા. બાઉન્સરોનો હેતુ દીકરીને મોબાઇલથી દૂર રાખવાનો અને તેના વર્તનમાં ફેરફાર લાવવાનો હતો. આ પગલાએ પડોશીઓ અને સ્થાનિકોમાં આશ્ચર્ય સાથે ચર્ચા જગાવી છે. પરિવારની બદનામી ના થાય અને કોઈની સામે હાસ્યાસ્પદ પાત્ર બનીને લજ્જિત ના થવું પડે તે આશયથી અમે અહીં આ આ કિસ્સામાં કોઈ નામ કે પરિચય આપી રહ્યાં નથી.
નિષ્ણાતોની દ્રષ્ટિએ મામલો
મનોવિજ્ઞાનીઓ અને શિક્ષણવિદોનું માનવું છે કે મોબાઇલ એડિક્શન આજના યુગમાં એક ગંભીર સમસ્યા બની રહી છે, ખાસ કરીને કિશોરોમાં. પરંતુ આવા કડક પગલાં લેવાના બદલે, સમજાવટ, કાઉન્સેલિંગ અને વ્યાવસાયિક મદદ વધુ અસરકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે બળજબરીથી મોબાઇલ દૂર કરવાથી તાત્કાલિક અસર થઈ શકે, પરંતુ લાંબા ગાળે તે વિપરીત પરિણામ પણ આપી શકે છે. પરિવાર અને બાળકો વચ્ચે સંવાદ, સમય વ્યવસ્થાપન અને ડિજિટલ ડિટોક્સ જેવા ઉપાયો વધુ યોગ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ગુજરાતના આ સમુદ્રતળે મળી ઇતિહાસની નવી કડી : દાયકાઓ બાદ બહાર આવ્યું સમુદ્રમાં છુપાયેલું રહસ્ય
સમાજમાં ઉઠ્યા પ્રશ્નો
આ ઘટનાએ સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે- શું મોબાઇલ એડિક્શન એટલું ગંભીર બની ગયું છે કે આવા કડક પગલાં લેવાની જરૂર પડે? શું માતા-પિતાએ યોગ્ય માર્ગ અપનાવ્યો કે નહીં? આ ચર્ચા હવે માત્ર એક પરિવાર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે વિચારવાનો વિષય બની છે. ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ અને તેના દુરુપયોગ વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે. ખાસ કરીને બાળકો અને કિશોરો માટે માર્ગદર્શન અને દેખરેખ મહત્વપૂર્ણ બની જાય છે.
અમદાવાદમાં એક અસાધારણ અને ચર્ચાસ્પદ બનાવ સામે આવ્યો છે, જેમાં માતા-પિતાએ પોતાની દીકરીને મોબાઇલની લતમાંથી બહાર કાઢવા માટે બાઉન્સરોની મદદ લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના માત્ર પરિવારની આંતરિક સમસ્યા નહીં, પરંતુ આજના સમયમાં વધી રહેલા ડિજિટલ એડિક્શન અને તેના સામાજિક-માનસિક પ્રભાવ અંગે ગંભીર ચર્ચા ઊભી કરે છે.
આ બનાવ એ સંકેત આપે છે કે પરિવારોને બાળકોના વર્તન અને માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. મોબાઇલ અને સોશિયલ મીડિયા ઉપયોગ માટે સ્પષ્ટ નિયમો, સમય મર્યાદા અને પરિવાર સાથેનો સમય વધારવો જરૂરી છે. આ ઘટનાની સત્તાવાર પોલીસ અથવા કાનૂની કાર્યવાહી અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ સામાજિક સ્તરે આ કેસ એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગયો છે.





