એવું કહેવાય છે કે જો તમારી હિંમત મજબૂત હોય અને તમારો દૃઢ નિશ્ચય સ્ટીલ જેવો હોય, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરતા રોકી શકશે નહીં. જેમી એન્ડ્રુ એક એવી વ્યક્તિ છે જેમાં મજબૂત હિંમત અને સ્ટીલે દૃઢ નિશ્ચય છે. જેમી એન્ડ્રુની રિયલ સ્ટોરી જાણીને કોઈપણ અચંબિત થઈ શકે છે.
44 વર્ષીય જેમી એન્ડ્રુએ 14,691.6 ફૂટ (4,478 મીટર) ઊંચા મેટરહોર્ન પર્વત (માઉન્ટ સર્વાઇન) પર વિજય મેળવ્યો છે, જેના માટે તેમણે 15 વર્ષ પહેલાં પોતાના હાથ-પગ ગુમાવ્યા હતા. નોંધનીય વાત એ છે કે, જ્યારે તે હાથ-પગ સાથે પર્વતારોહણ કરતા, ત્યારે પણ તેમણે ક્યારેય આટલી ઊંચાઈ પર ચઢાણ કર્યું ન હતું.
હાથ કે પગ વગરના એન્ડ્રુએ સ્વિટ્ઝર્લૅન્ડના ઝેરમેટ શહેર નજીક મેટરહોર્ન પર્વત ચઢાણ પૂર્ણ કર્યું છે. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રહેતા આ પર્વતારોહકને આશા છે કે તેની સિદ્ધિ અન્ય લોકોને પ્રેરણા આપશે, ખાસ કરીને જેઓ શારીરિક અપંગતાને કારણે સાહસ કરવામાં ડરતા હોય છે.
આલ્પ્સ અને યુરોપનું સૌથી ઊંચું શિખર છે. 1865માં આ શિખર પર પર્વતારોહણ શરૂ થયું ત્યારથી, 500 થી વધુ પર્વતારોહકો મૃત્યુ પામ્યા છે. પરંતુ જેમી એન્ડ્રુએ બે હાથ અને બે પગ ગુમાવ્યા પછી અસાધારણ હિંમત દર્શાવી હતી.
જેમી એન્ડ્રુ અને તેનો મિત્ર જેમી ફિશર 15 વર્ષ પહેલાં મોન્ટ બ્લેન્કમાં 4,000 મીટર ઊંચા લેસ ડ્રોઇટ પર્વતમાળા પર બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે, તેઓ ચાર દિવસ સુધી ફસાયેલા રહ્યા, અને ફિશરનું મૃત્યુ થયું.
જોકે, બચાવકર્તાઓએ એન્ડ્રુને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા, પરંતુ ઠંડીથી તેના હાથ-પગ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. ડોકટરો પાસે તેના હાથ-પગને કાપી નાખવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ઓપરેશન પછી, તેણે કૃત્રિમ હાથ-પગ અપનાવ્યા.
થોડા વર્ષો પછી, એન્ડ્રુ પર્વતો પર પાછો ફર્યો. તે તેના મિત્રનું મૃત્યુ થયું હતું તે સ્થળની ફરી મુલાકાત લેવા માંગતો હતો. તેણે એડિનબર્ગમાં એક નાની ટેકરી પર ચઢવાની પ્રેક્ટિસ શરૂ કરી. યુરોપના સૌથી ઊંચા શિખર પર ચઢવાના મિશનમાં સ્ટીવ જોન્સ એન્ડ્રુના ભાગીદાર હતા.




















