logo-img
Amazing Benefits Of Papaya Leaves Natural Cure For Serious Diseases

પપૈયાના પાંદડા છે સ્વાસ્થ્યનો ખજાનો : ગંભીર રોગોનો કુદરતી ઈલાજ, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન?

પપૈયાના પાંદડા છે સ્વાસ્થ્યનો ખજાનો
Published by: Offbeat Team
| Last Updated: Nov 13, 2025, 09:19 AM IST

પપૈયું તો બધાને ગમે છે, પણ તેના પાંદડા પણ સ્વાસ્થ્યનો ખજાનો છે! વિટામિન A, B, C, E, K, ખનિજો, ફાઈબર અને શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર પપૈયાના પાંદડા ઘણી ગંભીર બીમારીઓમાં રાહત આપે છે. ચાલો જાણીએ તેના આશ્ચર્યજનક ફાયદા અને સેવનની સાચી રીત.

પપૈયાના પાંદડાના મુખ્ય સ્વાસ્થ્ય લાભો

પાચનતંત્રને મજબૂત બનાવે

કબજિયાત, પેટ ફૂલવું કે અપચો?

પપૈયાના પાંદડાનો રસ આંતરડાની બળતરા ઘટાડે છે અને સારા બેક્ટેરિયાને વધારે છે.

ડેન્ગ્યુ દર્દીઓ

ડેન્ગ્યુના દર્દીઓ માટે વરદાન! નિયમિત પાનનો રસ પીવાથી પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી વધે છે – આ વૈજ્ઞાનિક અભ્યાસોમાં પુરવાર થયું છે.

બળતરા અને દુખાવામાં રાહત

આલ્કલોઇડ્સ અને ફ્લેવોનોઇડ્સથી ભરપૂર પાંડા સાંધા, સ્નાયુઓ કે અન્ય બળતરામાં તુરંત આરામ આપે છે.

યકૃતને ડિટોક્સ કરે

એસીટોજેનિન નામનું તત્વ યકૃતને અશુદ્ધિઓથી બચાવે છે, તેને સાફ કરે છે અને કાર્યક્ષમતા વધારે છે.

કેવી રીતે અને ક્યારે સેવન કરવું?

ચા તરીકે: 4-5 તાજા કે સૂકા પાનને પાણીમાં ઉકાળો, ગાળીને સવારે ખાલી પેટે પીવો.

રસ તરીકે: તાજા પાન ક્રશ કરી રસ કાઢો. ડેન્ગ્યુમાં દિવસમાં 2-3 ચમચી, સામાન્ય સ્વાસ્થ્ય માટે 1 ચમચી પૂરતી.

સલાહ

વધુ પડતું સેવન ન કરો. ગર્ભવતી મહિલાઓ, દવા લેતા દર્દીઓ કે એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ લો. આ પરંપરાગત ઉપચાર છે. ગંભીર બીમારીમાં ડૉક્ટરની સારવાર સાથે જ વાપરો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now