આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલને એક શક્તિશાળી ઔષધિ તરીકે ગણવામાં આવે છે. શિયાળામાં તે રામબાણ સાબિત થાય છે અને વિવિધ બીમારીઓથી રક્ષણ આપે છે. તેમાં એન્ટિ-ઇસ્કેમિક, એન્ટીઑક્સિડન્ટ, હાઇપોલિપિડેમિક અને એન્ટિએથેરોજેનિક ગુણધર્મો સાથે ટેનીન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. આ તમામ તત્વો શરીરને મજબૂત બનાવે છે અને રોગો સામે લડવામાં મદદ કરે છે. ચાલો, જાણીએ અર્જુનની છાલના 5 અદ્ભુત ફાયદા.
1. હૃદયને મજબૂત બનાવે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
અર્જુનની છાલ હૃદયના સ્નાયુઓને મજબૂત કરે છે, ધબકારા નિયંત્રિત કરે છે અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે. તે હાઈ બ્લડ પ્રેશર, કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાર્ટ અટેકના જોખમને ઘટાડે છે.
2. કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને ઘટાડી હૃદયને સુરક્ષિત રાખે
આ છાલ LDL (ખરાબ કોલેસ્ટ્રોલ)ને ઓછું કરે છે અને લોહીમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર ઘટાડે છે, જેનાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવ થાય છે.
3. પાચનતંત્રને મજબૂત બનાવી પેટની તકલીફો દૂર કરે
અપચો, ઝાડા, ગેસ અને પેટની અન્ય સમસ્યાઓમાં રાહત આપે છે. તે પેટની દિવાલોને મજબૂત કરી પાચન પ્રક્રિયાને સુધારે છે.
4. હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવી દુખાવામાં આરામ
એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મોને કારણે સંધિવા, સાંધાના દુખાવા અને હાડકાંની કમજોરીમાં ફાયદો થાય છે.
5. ત્વચા સમસ્યાઓમાં રાહત અને ચેપથી બચાવ
ખરજવું, સોરાયસિસ જેવી ત્વચા સમસ્યાઓમાં અસરકારક. તેના એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો ત્વચાના ચેપ અટકાવે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.
કોઈપણ ઔષધિનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લો. અર્જુનની છાલને ચૂર્ણ, કાઢા અથવા ટેબ્લેટ તરીકે વાપરી શકાય છે.




















