logo-img
Whatsapps New Ai Feature Will Translate Into 21 Languages

WhatsApp એ લોન્ચ કર્યું નવું AI ફીચર જે ચેટિંગને સરળ બનાવશે : જાણો તે કેવી રીતે કાર્ય કરે છે અને ઉપયોગ કેવી રીતે કરવો

WhatsApp એ લોન્ચ કર્યું નવું AI ફીચર જે ચેટિંગને સરળ બનાવશે
Published by: Offbeat Team
| Last Updated: Oct 08, 2025, 11:21 AM IST

WhatsApp's New AI Feature: WhatsApp એ તેના વપરાશકર્તાઓની ચિંતાઓને દૂર કરવા માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. એન્ડ્રોઇડ પછી, આઇફોન વપરાશકર્તાઓ હવે ઇન-એપ ટ્રાન્સલેશન ટૂલનો પણ ઉપયોગ કરી શકશે. આ ટૂલ કોઈપણ મેસેજને વપરાશકર્તાની પસંદગીની ભાષામાં અનુવાદિત કરવા માટે AI નો ઉપયોગ કરે છે. તે હાલમાં 21 ભાષાઓને સપોર્ટ કરે છે. તેની મદદથી, વપરાશકર્તાઓ કોઈપણ ભાષા બોલતા લોકો સાથે કોઈપણ સમસ્યા વિના વાતચિત કરી શકશે.

21 ભાષાઓને સપોર્ટ કરે છે

હાલમાં, આ ફીચર હિન્દી, અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, અરબી, ચાઇનીઝ, સ્પેનિશ, પોર્ટુગીઝ, જાપાનીઝ અને કોરિયન સહિત 21 ભાષાઓને સપોર્ટ કરે છે. આ ફીચર પર્સનલ ચેટ અને ગ્રુપ ચેટના મેસેજોનું સરળતાથી ભાષાંતર કરશે, પરંતુ તે ડોક્યુમન્ટસ, કોન્ટેક્ટ, સ્ટીકરો અને GIF વગેરેનું ભાષાંતર કરી શકશે નહીં. તેનો ઉપયોગ શરૂ કરતા પહેલા, યુઝર્સએ ભાષા પેક ડાઉનલોડ કરવો પડશે. આ ફીચરની શરૂઆત સાથે, ભાષા અવરોધ દૂર થશે અને લોકોને અનુવાદ માટે કોઈપણ થર્ડ-પાર્ટી એપ્લિકેશન પર આધાર રાખવો પડશે નહીં.

તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

WhatsApp એ જણાવ્યું છે કે, તેણે આ ફીચર iPhone વપરાશકર્તાઓ માટે શરૂ કરી દીધી છે, અને તે આગામી અઠવાડિયામાં બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. આ ફીચર આવ્યા પછી, કોઈપણ મેસેજનું ભાષાંતર કરવા માટે, તમારે તેના પર લોંગ-પ્રેસ કરી રાખવું પડશે. આ પછી 'More' ઓપ્શન ખુલશે. તેના પર ટેપ કરવાથી "અનુવાદ" ઓપ્શન સામે આવશે. પહેલી વાર તેનો ઉપયોગ કરતી વખતે, તમારે સ્રોત અને લક્ષ્ય ભાષાઓ પસંદ કરવી પડશે અને ભાષા પેક ડાઉનલોડ કરવો પડશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, ફીચર ઇન્ટરનેટ કનેક્શનની જરૂર વગર કામ કરવાનું શરૂ કરશે. વપરાશકર્તાઓ પાસે કોઈપણ સમયે ભાષા પેક ડાઉનલોડ અથવા કાઢી નાખવાનો ઓપ્શન પણ હશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now