iPhone 16 Best Deals On Flipkart: જો તમે iPhone 16 ખરીદીવાનો વિચાર કરી રહ્યા છો, તો તેની કિંમતમાં વધુ ઘટાડો થયો છે. હવે, તમે આ ફોન પર વધુ બચત કરી શકશો. ફ્લિપકાર્ટે તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેનાથી તે બેસ્ટ ડીલ્સ સાથે ઉપલબ્ધ થશે. એક્સચેન્જ ઑફર્સ પણ ઉપલબ્ધ છે. આ રીતે, તમે તમારા જૂના ફોનને એક્સચેન્જ કરીને નવો ફોન ખરીદતી વખતે નોંધપાત્ર બચત કરી શકો છો. જાણો iPhone 16 ના ફીચર્સ અને ફ્લિપકાર્ટ ડીલ્સ વિશેની માહિતી.
iPhone 16 ના ફીચર્સ
Apple એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ફોન લોન્ચ કર્યો હતો. તેમાં HDR કન્ટેન્ટ સપોર્ટ સાથે 6.1 ઇંચની OLED ડિસ્પ્લે છે. આ ફોનમાં A18 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે મલ્ટીટાસ્કિંગ અને Apple Intelligence ફીચર્સ સરળતાથી હેન્ડલ કરે છે. હાઇ-પર્ફોમન્સની સાથે, આ પ્રોસેસર એફિશિયન્ટ અને આગામી સોફ્ટવેર અપડેટ્સ માટે અનુરૂપ પણ છે.
iPhone 16 કેમેરા અને બેટરી
iPhone 16 માં 48MP ફ્યુઝન કેમેરો અને 12MP મેક્રો કેમેરો છે. સેલ્ફી માટે 12MP ફ્રન્ટ કેમેરો છે. બેટરી લાઈફ અંગે, Apple દાવો કરે છે કે, આ iPhone ફુલ ચાર્જ પર 22 કલાક વિડીયો પ્લેબેકને સપોર્ટ કરે છે. તે ગયા વર્ષે ₹79,900 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો.
ફ્લિપકાર્ટ પર મળી રહેલ અદ્ભુત ડિસ્કાઉન્ટ
આ આઇફોન ફ્લિપકાર્ટ પર અદ્ભુત ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ iPhone 16 (128GB, Ultramarine) ફક્ત ₹62,999 માં ઓફર કરી રહ્યું છે, જે તેની વર્તમાન કિંમત ₹69,900 થી ₹7,000 સસ્તો છે. આ ડિસ્કાઉન્ટ ઉપરાંત, ગ્રાહકો કેશબેક ઓફરનો લાભ લઈને કિંમતમાં વધુ ઘટાડો કરી શકે છે. વધુમાં, કંપની એક્સચેન્જ ઓફર પણ આપી રહી છે. ફ્લિપકાર્ટના એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ, ₹43,840 સુધીનું એક્સચેન્જ બોનસ મેળવી શકાય છે. આ રીતે, iPhone 16 ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકાય છે.