Vivo X300 FE : ટેક જગતમાં અત્યારે Vivo ના આગામી સ્માર્ટફોન Vivo X300 FE ને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. લોન્ચિંગ પહેલા જ આ ફોનના ઘણા મહત્વના ફીચર્સ ઓનલાઇન લીક થઈ ગયા છે. આ સ્માર્ટફોન ખાસ કરીને તેની મોટી બેટરી અને જબરદસ્ત કેમેરા સેટઅપને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. પ્રીમિયમ ફીચર્સ અને ફ્લેગશિપ પ્રોસેસર સાથેનો આ ફોન માર્કેટમાં અન્ય બ્રાન્ડ્સને મોટી ટક્કર આપી શકે છે.
Vivo X300 FE ની શાનદાર ડિસ્પ્લે
Vivo X300 FE માં 6.31-ઇંચની કોમ્પેક્ટ સાઇઝની OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. જે 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ ઉપરાંત, તેમાં 1800nits ની પીક બ્રાઇટનેસ મળી શકે છે, જેના કારણે સૂર્યના પ્રકાશમાં પણ સ્ક્રીન એકદમ ક્લિયર દેખાશે.
Vivo X300 FE નું પાવરફુલ પ્રોસેસર
પરફોર્મન્સની વાત કરીએ તો, આ ફોનમાં ક્વોલકોમનું લેટેસ્ટ સ્નેપડ્રેગન 8મી જનરેશનનું ફ્લેગશિપ ચિપસેટ જોવા મળી શકે છે. આ સાથે Adreno GPU, LPDDR5X અલ્ટ્રા રેમ અને UFS 4.1 સ્ટોરેજ આપવામાં આવશે, જે ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગમાં સુપર ફાસ્ટ સ્પીડ આપશે.
DSLR જેવો કેમેરો મળશે Vivo X300 FE
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોનમાં 50mp નો મુખ્ય કેમેરો Sony IMX921 સેન્સર સાથે મળશે, જે OIS સપોર્ટ ધરાવે છે. આ સિવાય 50mp નો જ ટેલીફોટો પેરિસ્કોપ લેન્સ હશે, જે 3X ઓપ્ટિકલ ઝૂમનો ઓપ્શન આપશે. સેલ્ફી માટે ફોનમાં સેમસંગ JN1 સેન્સર હોઈ શકે છે.
આ પણ ખાસ વાંચો : લોન્ચિંગ પહેલાં જ OnePlus Watch 4 ના ફીચર્સ લીક! : 3GB RAM અને Snapdragon ચિપ સાથે ટૂંક સમયમાં કરશે એન્ટ્રી
Vivo X300 FE ની દમદાર બેટરી અને ચાર્જિંગ
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 6500mAh ની વિશાળ બેટરી છે. આટલી મોટી બેટરી હોવા છતાં ફોન માત્ર 8.1mm જાડો છે. તેને ચાર્જ કરવા માટે 90W વાયર્ડ અને 40W વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ મળી શકે છે.
Vivo X300 FE ના અન્ય ખાસ ફીચર્સ
Vivo X300 FE એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ Origin OS 6 પર ચાલશે. સુરક્ષા માટે તેમાં 3D અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ધૂળ-પાણીથી પ્રોટેક્શન માટે IP68/IP69 રેટિંગ આપવામાં આવ્યું છે. આ ફોન Moonlight White, Cool Purple અને Graphite Black જેવા આકર્ષક કલર ઓપ્શનમાં લોન્ચ થઈ શકે છે.





