Home Tech/Gadgets Oneplus Watch 4 Leak 3gb Ram Snapdragon Features Gujarati

લોન્ચિંગ પહેલાં જ OnePlus Watch 4 ના ફીચર્સ લીક! : 3GB RAM અને Snapdragon ચિપ સાથે ટૂંક સમયમાં કરશે એન્ટ્રી

OnePlus Watch 4
Published by: Aryan Shah
Last Updated: Apr 18, 2026, 10:32 AM IST

OnePlus Watch 4 : ટેક જગતમાં OnePlus પોતાની પ્રીમિયમ પ્રોડક્ટ્સ માટે જાણીતું છે. હાલમાં જ ગૂગલ પ્લે કન્સોલ લિસ્ટિંગમાં OnePlus Watch 4 જોવા મળી છે, જેનાથી તેના લોન્ચિંગના સંકેતો મળી રહ્યા છે. આ સ્માર્ટવોચ શાનદાર ડિઝાઇન અને લેટેસ્ટ ફીચર્સ સાથે ટૂંક સમયમાં માર્કેટમાં ધૂમ મચાવી શકે છે.

OnePlus Watch 4 ની ડિઝાઇન અને ડિસ્પ્લે

નવી OnePlus Watch 4 માં કંપની ગોળાકાર (Circular) ડાયલ ડિઝાઇન આપી શકે છે. લિસ્ટિંગ મુજબ, તે પ્રીમિયમ સિલ્વર ફિનિશમાં જોવા મળી છે, જેની સાથે સ્પોર્ટી ગ્રીન સ્ટ્રેપ તેના લુકને વધુ આકર્ષક બનાવે છે. તેમાં 1.5-ઇંચની LTPO OLED ડિસ્પ્લે હોઈ શકે છે, જે 466x466 પિક્સેલ રિઝોલ્યુશન સાથે આવશે.

OnePlus Watch 4 નું પાવરફુલ પ્રોસેસર અને સ્ટોરેજ

પરફોર્મન્સની વાત કરીએ તો, આ વોચમાં સ્નેપડ્રેગન W5 (Snapdragon W5) ચિપ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 2GB અથવા 3GB રેમ અને 32GB જેટલું મોટું ઇન્ટરનલ સ્ટોરેજ મળી શકે છે, જે સ્માર્ટવોચ માટે ખૂબ જ પ્રીમિયમ ગણાય છે.

OnePlus Watch 4 ના હેલ્થ અને ફિટનેસ ફીચર્સ

ફિટનેસ પ્રેમીઓ માટે આ વોચમાં ઘણા એડવાન્સ ફીચર્સ હશે. જેમાં ECG, હાર્ટ રેટ મોનિટરિંગ અને તાપમાન ટ્રેકિંગ (Temperature Tracking) જેવા સેન્સર્સ જોવા મળી શકે છે. આ ઉપરાંત, તેમાં 100 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ હોવાની પણ શક્યતા છે.

OnePlus Watch 4 ની બેટરી અને કનેક્ટિવિટી

લાંબા બેકઅપ માટે આ સ્માર્ટવોચમાં 650mAh ની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળી શકે છે. કનેક્ટિવિટી માટે eSIM, Wi-Fi, બ્લૂટૂથ અને NFC જેવા ફીચર્સ આપવામાં આવશે, જેનાથી તમે ફોન વગર પણ કૉલિંગ અને પેમેન્ટ કરી શકશો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now