Home Tech/Gadgets Vivo Vs Oppo Vs Oneplus Know Which Smartphone Is Best For You

Vivo vs Oppo vs OnePlus; જાણો કયો સ્માર્ટફોન છે તમારા માટે બેસ્ટ? : પાવરફુલ પ્રોસેસર અને શાનદાર કેમેરાવાળા ફોનની સરખામણી

latest samrtphone image
Published by: Aryan Shah
Last Updated: Apr 03, 2026, 01:39 PM IST

Latest Smartphone Comparison : Vivo એ હાલમાં ભારતીય બજારમાં Vivo V70 FE લોન્ચ કર્યો છે, જે Oppo Reno 15C 5G અને OnePlus Nord 5 સાથે કોમ્પિટિશન કરે છે. Vivo V70 FE માં ઓક્ટા-કોર MediaTek Dimensity 7360 Turbo 4nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. Oppo Reno 15C 5G માં Qualcomm Snapdragon 6 Gen 1 પ્રોસેસર છે, જ્યારે OnePlus Nord 5 Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે. જાણો Vivo V70 FE, Oppo Reno 15C 5G અને OnePlus Nord 5 ની કિંમત, ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ વિશેની સંપૂર્ણ માહિતી.

Vivo V70 FE vs Oppo Reno 15C 5G vs OnePlus Nord 5

કિંમત અને સ્ટોરેજ

Vivo V70 FE ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹37,999, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹40,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹44,999 છે.

Oppo Reno 15C 5G ની કિંમત 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹37,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹40,999 છે.

OnePlus Nord 5 ની કિંમત 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹36,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Vivo V70 FE માં 6.83 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2800×1260 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ, 1900 nits સુધી પીક બ્રાઇટનેસ અને 20:9 આસ્પેક્ટ રેશિયો છે.

Oppo Reno 15c માં 6.57 ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2372×1080 પિક્સેલ છે, 120Hz રિફ્રેશ રેટ અને 1400 nits પીક બ્રાઇટનેસ છે.

OnePlus Nord 5 માં 6.83 ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2800×1272 પિક્સેલ છે, 144Hz રિફ્રેશ રેટ અને 1800 nits પીક બ્રાઇટનેસ છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Vivo V70 FE, Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે.

Oppo Reno 15c 5G, Android 16 પર બેસ્ડ ColorOS 16 પર ચાલે છે.

OnePlus Nord 5, Android 15 પર બેસ્ડ OxygenOS 15 પર ચાલે છે.

પ્રોસેસર

Vivo V70 FE માં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7360 ટર્બો 4nm પ્રોસેસર છે.

Oppo Reno 15c 5G માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6 Gen 1 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

OnePlus Nord 5 માં ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 8s Gen 3 પ્રોસેસર છે.

કેમેરા સેટઅપ

Vivo V70 FE ના રીઅર કેમેરામાં f/1.88 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 200mp નો મુખ્ય કેમેરો છે, સાથે f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે.જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો આઇ-ઓટો ફોકસ ફ્રન્ટ કેમેરો છે.

Oppo Reno 15c 5G ના રીઅર કેમેરામાં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો મેક્રો કેમેરો છે. વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

OnePlus Nord 5 ના રીઅર કેમેરામાં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો છે, સાથે f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

બેટરી બેકઅપ

Vivo V70 FE માં 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે.

Oppo Reno 15c 5G માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે.

OnePlus Nord 5 માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,800mAh બેટરી છે.

આ પણ ખાસ વાંચો : Samsung, OnePlus અને Vivo ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન બેસ્ટ? : કિંમતથી લઈને બેટરી સુધી, જાણો સંપૂર્ણ માહિતી

કનેક્ટિવિટી ઓપ્શન

Vivo V70 FE માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS, USB Type-C 2.0 પોર્ટ અને NFC નો સમાવેશ થાય છે.

Oppo Reno 15c 5G માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ છે.

OnePlus Nord 5 માં 5G, ડ્યુઅલ સિમ, NFC, Wi-Fi 6, Bluetooth 5.4 અને GPS છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now