Home Tech/Gadgets Which Phone Should You Buy Among Samsung Vivo And Oneplus Phones For 50000

50,000 માં Samsung, Vivo અને OnePlus ના ફોનમાંથી કયો ફોન ખરીદવો જોઈએ? : જાણો કયા ફોનમાં છે સૌથી દમદાર બેટરી અને ડિસ્પ્લે

Latest Smartphone Image
Published by: Aryan Shah
Last Updated: Mar 31, 2026, 07:27 AM IST

Latest Smartphone Comparison : Samsung એ હાલમાં જ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, Samsung Galaxy A37 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની સરખામણી Vivo ના લેટેસ્ટ Vivo V70 અને OnePlus ના 15R સાથે કરવામાં આવી રહી છે. Samsung Galaxy A37 5G માં Exynos 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Vivo V70 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે અને OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર છે. જાણો Samsung Galaxy A37 5G, Vivo V70 અને OnePlus 15R ની કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને કેમેરા સેટઅપની સંપૂર્ણ માહિતી.

Samsung Galaxy A37 5G or Vivo V70 or OnePlus 15R

કિંમત

Samsung Galaxy A37 5G ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹41,999, 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹47,499 અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹52,999 છે.

Vivo V70 ની કિંમત 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹45,999 અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹49,999 છે.

OnePlus 15R ની કિંમત 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹47,999 અને 12GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹52,999 છે.

ડિસ્પ્લે અને રિઝોલ્યુશન

Samsung Galaxy A37 5G માં 6.7-ઇંચ FHD+ Super AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને વિઝન બૂસ્ટર સપોર્ટ સાથે છે.

Vivo V70 માં 6.59-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જે 2750×1260 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ, 459 PPI પિક્સેલ ડેન્સિટી અને 5000 nits સુધીની સ્થાનિક પીક બ્રાઇટનેસ સાથે આવે છે.

OnePlus 15R માં 6.83-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જે 2800×1272 પિક્સેલ રિઝોલ્યુશન અને 165Hz વેરિયેબલ રિફ્રેશ રેટ સાથે છે.

પ્રોસેસર

Samsung Galaxy A37 5G માં Exynos 1480 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Vivo V70 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે.

OnePlus 15R માં Qualcomm Snapdragon 8 Gen 5 પ્રોસેસર સામેલ છે.

ઓપરેટિંગ સિસ્ટમ

Samsung Galaxy A37 5G, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ One UI 8.5 પર ચાલે છે.

Vivo V70, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે.

OnePlus 15R, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ OxygenOS 16 પર ચાલે છે.

બેટરી બેકઅપ

Samsung Galaxy A37 5G માં 5,000mAh ની બેટરી આપવામાં આવી છે.

Vivo V70 માં 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh ની બેટરી છે.

OnePlus 15R માં 80W સુપર ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ સાથે 7,400mAh બેટરી આપેલ છે.

આ પણ ખાસ વાંચો : Samsung, OnePlus અને Vivo ના લેટેસ્ટ સ્માર્ટફોનમાંથી કયો ફોન બેસ્ટ? : કિંમતથી લઈને બેટરી સુધી, જાણો સંપૂર્ણ માહિતી

કેમેરા સેટઅપ

Samsung Galaxy A37 5G માં 50mp નો મુખ્ય કેમેરો, 5mp નો મેક્રો કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

Vivo V70 માં f/1.88 એપરચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.65 એપરચર અને OIS સપોર્ટ સાથે 50mp નો સુપર ટેલિફોટો કેમેરો અને f/2.2 એપરચર અને OIS સપોર્ટ સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.0 એપરચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.

OnePlus 15R માં f/1.8 એપરચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 એપરચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 32mp નો રીઅર કેમેરો છે.

કનેક્ટિવિટી ઓપ્શન

Samsung Galaxy A37 5G માં 5G, GPS, Wi-Fi, બ્લૂટૂથ 5.3, NFC અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

OnePlus 15R માં Wi-Fi 7, બ્લૂટૂથ 6.0, NFC, 5G, ડ્યુઅલ 4G VoLTE અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

Nothing Phone 3 માં 5G, ડ્યુઅલ સિમ, GPS, NFC, Wi-Fi 7, Bluetooth 6 અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત
3 વર્ષથી AI સાથે રિલેશનમાં વ્યક્તિ
ગરમીમાં રાહત અને બિલમાં બચત
Androidથી iPhoneમાં ફાઇલ ટ્રાન્સફર હવે સરળ