Home Gujarat Vantara Wildlife University Jamnagar Anant Ambani

જામનગરમાં અનંત અંબાણીનો વિશ્વને ચોંકાવતો નિર્ણય : જામનગરમાં દુનિયાની પ્રથમ ગ્લોબલ વાઈલ્ડલાઈફ અને વેટરનરી યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

Global Wildlife and Veterinary University
Published by: Viral Patel
Last Updated: Apr 11, 2026, 04:14 AM IST

Global Wildlife and Veterinary University: ગુજરાતના જામનગરમાં વિશ્વની પ્રથમ ‘ગ્લોબલ વાઈલ્ડલાઈફ એન્ડ વેટરનરી યુનિવર્સિટી’નો પાયો નાખવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ તેમના જન્મદિવસના અવસરે, તેમના ડ્રીમ પ્રોજેક્ટ ‘વંતારા’માં આ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. 10 એપ્રિલ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમ સાથે ભારત હવે વન્યજીવ સંરક્ષણ અને પશુ ચિકિત્સા શિક્ષણના ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ આગળ વધ્યું છે.

શિક્ષણનો ઉદ્દેશ્ય

આ યુનિવર્સિટી સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીને આધુનિક વિજ્ઞાન, પરંપરાગત જ્ઞાન અને વ્યવહારુ તાલીમ દ્વારા સજ્જ કરવાનો છે. અહીં વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય વાઈલ્ડલાઈફ મેડિસિન અને સર્જરીનું શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત, આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સ્કોલરશિપ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસનું 'સસ્પેન્સ' ખતમ : છેલ્લી ઘડીએ 132 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોનું પત્તું કપાયું?

વંતારા યુનિવર્સિટીમાં ભણાવાતા મુખ્ય વિષયો

આ યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, ફેલોશિપ અને વિશેષ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ હશે. મુખ્ય વિષયોમાં નીચેનાનો સમાવેશ થાય છે. વાઈલ્ડલાઈફ મેડિસિન અને સર્જરી, પશુ પોષણ અને વ્યવહાર વિજ્ઞાન, જેનેટિક્સ અને મહામારી વિજ્ઞાન (Epidemiology), વન હેલ્થ (One Health) અને સંરક્ષણ નીતિ અને નેચરલ એનિમલ કેર અને પર્યાવરણીય ડિઝાઇન..

અનંત અંબાણીનો અભિગમ

યુનિવર્સિટીના વિચાર વિશે વાત કરતા અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, "આપણું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરે છે કે આપણે જ્ઞાન, કરૂણા અને કૌશલ્ય સાથે જીવોના રક્ષણ માટે કેટલા તૈયાર છીએ." તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિચાર પ્રાણીઓની પીડા જોઈને અને તેમના માટે વધુ સારા ઉપચારની જરૂરિયાતને સમજવાના અનુભવમાંથી આવ્યો છે. તેમણે પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયની ભાવના અને સંસ્કૃત શ્લોક ‘આ નો ભદ્રાઃ ક્રતવો યન્તુ વિશ્વતઃ’ (અર્થાત્: બધા દિશાઓમાંથી શ્રેષ્ઠ વિચારો આવે) નો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : જાણીતા RJ આભાને આપી ટિકિટ

પરંપરાગત અને પ્રતીકાત્મક શિલાન્યાસ

યુનિવર્સિટીનો શિલાન્યાસ વિધિ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી. આ સમારોહમાં ભારતના વિવિધ ઇકોસિસ્ટમ્સ જેવા કે ઘાસના મેદાનો, જંગલો, આર્દ્રભૂમિ (wetlands), રણ અને હિમાલયના વિસ્તારોમાંથી લાવવામાં આવેલી માટી, પાણી અને પથ્થરોનો પ્રતીકાત્મક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિંધ્ય ક્ષેત્રના પ્રાચીન બિજોલિયા સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે પ્રાચીન નાલંદાની જ્ઞાન પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે.

આ કાર્યક્રમમાં શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવન સાથે જોડાયેલા અનેક દિગ્ગજો તેમજ અનંત અંબાણીના શિક્ષકો અને માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now