Home Gujarat Rajkot Chuda 2 Ticket Controversy Surendranagar Bjp 2026

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નિયમોના લીરેલીરા : શું નિયમો ફક્ત સામાન્ય કાર્યકર્તાઓ માટે જ?

Surendranagar BJP Meeting
Published by: Viral Patel
Last Updated: Apr 11, 2026, 06:09 AM IST

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા હેઠળ આવતી ચુડા બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને મોટો વિવાદ છેડાયો છે. ભાજપના જ સનિષ્ઠ કાર્યકર્તા પ્રભાતસિંહ મનુસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે પક્ષ દ્વારા જાહેર કરાયેલા કડક નિયમોનું ઉલ્લંઘન કરીને માનીતાઓને ટિકિટ આપવામાં આવી છે.

શું છે મુખ્ય વિવાદ?

પક્ષ દ્વારા જાહેરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે 50 વર્ષથી ઉપરના કાર્યકર્તાઓને ટિકિટ નહીં મળે. ત્રણ વખત ચૂંટણી લડનાર કે તેમના પરિવારને ટિકિટ આપવામાં આવશે નહીં. પરંતુ, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાની ચુડા-૨ સીટ પર આ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. અહીં જશુભાઈ વિરસંગભાઈ સોલંકી (ઉર્ફે જશુભા/જયવિરસિંહ) અને તેમના પત્ની જયાબા સોલંકીને સતત પાંચમી વખત ટિકિટ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ‘પરિવારવાદ’નો જબરદસ્ત દબદબો : પૂર્વ ધારાસભ્યો અને કોર્પોરેટરોના સંતાનોને મળી ટિકિટ

કપટ અને નામ બદલવાનો ખેલ?

પત્રમાં જણાવ્યા અનુસાર, ઉમેદવારે પક્ષના હોદ્દેદારો સાથે મળીને ‘કપટ’ કર્યું છે. ડોક્યુમેન્ટ્સમાં ક્યાંક જશુભાઈ તો ક્યાંક જયવિરસિંહ નામ લખીને એક જ વ્યક્તિ અને પરિવારને 2005થી લઈને અત્યાર સુધી સતત પાંચ ટર્મથી ટિકિટ અપાઈ રહી છે.

સ્થાનિક નેતૃત્વ સામે સવાલો

આ અન્યાય પાછળ પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલીયા સાથેના ‘ઘરોબા’ જવાબદાર હોવાનું પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. પાયાના કાર્યકર્તાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, "શું ભાજપના આદર્શ નિયમો ફક્ત સામાન્ય અને સંનિષ્ઠ કાર્યકર્તાઓને ઘેર બેસાડવા માટે જ છે? જો નેતાઓ સાથે ઓળખાણ હોય તો નિયમો લાગુ નથી પડતા?"

આ પણ વાંચો: ચાવાળા બાદ હવે પટાવાળાને ટિકિટ: મહેસાણા ભાજપનો મોટો નિર્ણય : 28 વર્ષથી ફરજ બજાવતા રમેશ ભીલને ભાજપની ટિકિટ

ઉમેદવારનો અત્યાર સુધીનો ઈતિહાસ

  • ૨૦૦૫ થી ૨૦૧૦: ચુડા તાલુકા પંચાયત (જશુભાઈ સોલંકી)

  • ૨૦૧૦ થી ૨૦૧૫: ચુડા તાલુકા પંચાયત (જશુભાઈ સોલંકી)

  • ૨૦૧૫ થી ૨૦૨૦: ચુડા-૨ જિલ્લા પંચાયત (જયાબા સોલંકી - પત્ની)

  • ૨૦૨૧ થી ૨૦૨૬: ચુડા-૨ જિલ્લા પંચાયત (જશુભાઈ સોલંકી)

  • 2026 (વર્તમાન): ફરી ચુડા-2 જિલ્લા પંચાયત માટે ટિકિટ જાહેર.

કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ‘ચાવવાના અને દેખાડવાના દાંત અલગ’ રાખવાની નીતિ બંધ નહીં થાય અને તાત્કાલિક ધોરણે આ ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે, તો સનિષ્ઠ કાર્યકર્તાઓ વચ્ચે ભારે અસંતોષ ફેલાશે. પક્ષ નેતૃત્વ પાસે આ મામલે ન્યાયિક તપાસની માગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરના રાજકારણમાં એક નવો "જાદુ" જોવા મળ્યો છે! એક બાજુ સ્ટેજ પરથી ગળું ફાડીને કહેવામાં આવે છે કે 50 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં. ત્રણ ટર્મ લડ્યા હોય એને ટિકિટ નહીં. પરિવારવાદને કોઈ સ્થાન નહીં. પણ લીંબડી વિધાનસભાની ચુડા-૨ સીટ પર તો કંઈક અલગ જ ગણિત ચાલે છે. જશુભાઈ ઉર્ફે જશુભા ઉર્ફે જયવિરસિંહ સોલંકી... નામ ભલે બદલાય, પણ વ્યક્તિ અને તેમનો પરિવાર એ જ છે! સતત 5મી વખત ટિકિટ? શું આને જ "પારદર્શકતા" કહેવાય?

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ : ઢોલ-નગારા સાથે રેલી કાઢી ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા, ગુજરાતના મુખ્ય શહેરોમાં રાજકીય ગરમાવો

શું નિયમો ફક્ત 'સામાન્ય કાર્યકર્તાઓ' માટે જ છે?

"હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ!" સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬માં નિયમોનો ઢોલ તો ખૂબ ટીપાયો, પણ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ અને પ્રદેશના નેતાઓએ મળીને લીંબડીના ચુડામાં એ ઢોલ ફોડી નાખ્યો છે! મોટા હોદ્દેદારો સાથેના 'ઘરોબા' અને ધારાસભ્યના 'ખાસ' હોવાને કારણે શું બધા નિયમો નેવે મૂકી દેવાના? પક્ષના પાયાના કાર્યકર્તાઓ સાથ અન્યાય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now