Home Gujarat Rajkot Rj Abha Rajkot Congress Candidate Ward 10

રાજકોટ મનપા ચૂંટણીમાં કોંગ્રેસે ખેલ્યો માસ્ટરસ્ટ્રોક : જાણીતા RJ આભાને આપી ટિકિટ

RJ Aabha
Published by: Viral Patel
Last Updated: Apr 11, 2026, 04:03 AM IST

Rajkot News: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા માટે કોંગ્રેસે એક મોટો દાવપેચ ખેલ્યો છે. કોંગ્રેસે રાજકોટના જાણીતા રેડિયો જોકી (RJ) આભાને વોર્ડ નંબર 10 માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ જાહેરાત સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે.

કોણ છે RJ આભા?

RJ આભા રાજકોટમાં એક જાણીતો ચહેરો છે. રેડિયોની દુનિયામાં પોતાની આગવી શૈલી અને અવાજથી તેમણે યુવા વર્ગમાં ખાસ લોકપ્રિયતા મેળવી છે. માત્ર એક મીડિયા પર્સનાલિટી જ નહીં, પરંતુ તેઓ એક શિક્ષિત અને જાગૃત યુવા તરીકે પણ ઓળખાય છે. સામાજિક મુદ્દાઓ અને યુવાનોના પ્રશ્નો પર અવાજ ઉઠાવનારા આભાનું નામ હવે રાજકારણના મેદાનમાં ગુંજતું થયું છે.

આ પણ વાંચો: રાજકોટ મહાનગર પાલિકા અને પોરબંદર-આણંદ જિલ્લા પંચાયતની યાદી જાહેર : જાણો કોને મળી ટિકીટ, કોના કપાયા પત્તા, ભાજપ-કોંગ્રેસમાં 'ટેલિફોનિક' ખેલ શરૂ

કોંગ્રેસનો યુવા અને શિક્ષિત ચહેરા પર દાવ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે આ વખતે ‘યુવા અને શિક્ષિત’ ઉમેદવારોને પ્રાધાન્ય આપવાની રણનીતિ અપનાવી છે. આભા જેવા લોકપ્રિય યુવાને ટિકિટ આપીને કોંગ્રેસે સંકેત આપ્યો છે કે તેઓ પરંપરાગત રાજકારણથી ઉપર ઉઠીને નવા અને પ્રભાવશાળી વ્યક્તિત્વોને રાજકારણમાં લાવવા માંગે છે.

વોર્ડ નંબર 10 માં જંગ જામશે

વોર્ડ નંબર 10 માં RJ આભાની ઉમેદવારીથી સ્પર્ધા રસપ્રદ બની છે. યુવા મતદારોમાં તેમનું વર્ચસ્વ જોતા, અન્ય પક્ષોએ પણ હવે પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડી શકે છે. શું રેડિયોના માઈક્રોફોન પરથી લોકોને મંત્રમુગ્ધ કરનારા આભા, ચૂંટણીના મેદાનમાં મતદારોનું દિલ જીતી શકશે? તે જોવું રહ્યું. રાજકારણમાં નવા નિશાળિયા ગણાતા RJ આભાનું આ પગલું તેમને કેટલી સફળતા અપાવે છે, તે તો આવનાર સમય જ કહેશે, પરંતુ હાલ તો રાજકોટના રાજકીય માહોલમાં RJ આભાનું નામ ચર્ચાના કેન્દ્રમાં છે.

આ પણ વાંચો: 44 બેઠકો સામે માત્ર 7 ફોર્મ: 'આપ' મેદાનમાં, ભાજપ-કોંગ્રેસ મૌન : વેરાવળ-પાટણ નગરપાલિકા ચૂંટણીમાં સસ્પેન્સ ચરમસીમાએ, અંતિમ દિવસે રાજકીય ગરમાવો

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now