Home Gujarat Rajkot Gujarat Palika Panchayat Election Bjp Candidates Announcement 2026

રાજકોટ મહાનગર પાલિકા અને પોરબંદર-આણંદ જિલ્લા પંચાયતની યાદી જાહેર : જાણો કોને મળી ટિકીટ, કોના કપાયા પત્તા, ભાજપ-કોંગ્રેસમાં 'ટેલિફોનિક' ખેલ શરૂ

Gujarat Local Body Election 2026
Published by: Viral Patel
Last Updated: Apr 10, 2026, 03:22 PM IST

Gujarat Local Body Election 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની પાલિકા અને પંચાયતની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે, આ પ્રક્રિયામાં પણ ભારે સાવચેતી રાખવામાં આવી રહી છે.

છેલ્લી ઘડીએ જાહેરાત અને વિરોધનો ડર

આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આમ છતાં, હજુ પણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં મોટી સંખ્યામાં બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. પક્ષના આંતરિક સૂત્રો મુજબ, નારાજગી અને વિરોધ વંટોળ ઉભો ન થાય તે માટે બંને પક્ષો દ્વારા એક ખાસ રણનીતિ અપનાવવામાં આવી છે. કેટલીક સંવેદનશીલ બેઠકો અને મહાનગરપાલિકાઓમાં જાહેર યાદી પ્રસિદ્ધ કરવાને બદલે ઉમેદવારોને સીધો ફોન કરીને ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી રહી છે. જાહેરમાં નામ આવવાથી અન્ય દાવેદારો બળવો ન કરે તે હેતુથી આ પ્રકારની 'ગુપ્તતા' જાળવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાજકોટ, પોરબંદર અને આણંદની યાદી જાહેર

ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરવાની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં નીચે મુજબની વિગતો સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકા ભાજપે રાજકોટના ઉમેદવારોના નામ સ્પષ્ટ કરી દીધા છે. પોરબંદર અને આણંદ: આ બંને જિલ્લાઓની જિલ્લા પંચાયત માટે પણ ઉમેદવારોના નામની સત્તાવાર યાદી બહાર પાડી દેવામાં આવી છે.

આવતીકાલે ફોર્મ ભરવાનો ધસારો

આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારોને ફોન દ્વારા લીલી ઝંડી મળી ગઈ છે, તેઓ આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. હવે જોવાનું એ રહેશે કે છેલ્લી ઘડીએ જાહેર થયેલા નામો બાદ પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ સામે આવે છે કે કેમ.


રાજકોટ મહાનગરપાલિકા ભાજપના ઉમેદવાર

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now