Vaibhav Suryavanshi : IPL 2026 ની સિઝન ભારતને એક એવો હીરો આપી રહી છે જેણે માત્ર 15 વર્ષની ઉંમરે ક્રિકેટ જગતના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી માત્ર ભારતીય પ્રશંસકો જ નહીં પરંતુ વિશ્વભરના દિગ્ગજ ક્રિકેટરોને પણ વિચારતા કરી દીધા છે. મેદાન પર તેની આક્રમકતા જોઈને હવે વિદેશી ખેલાડીઓ પણ તેના ભવિષ્ય પર ચર્ચા કરવા મજબૂર બન્યા છે.
દિગ્ગજોની બેઠકમાં વૈભવની ચર્ચા
ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો માઈકલ વોન, એલિસ્ટર કૂક, ફિલ ટફનેલ અને ડેવિડ લોયડના પ્રખ્યાત પોડકાસ્ટ "સ્ટીક ટુ ક્રિકેટ" માં હાલમાં વૈભવ સૂર્યવંશી વિશે લાંબી ચર્ચા થઈ હતી. આ દિગ્ગજોએ વૈભવની રમતનું વિશ્લેષણ કરતાં જણાવ્યું કે આ ખેલાડીમાં જે આત્મવિશ્વાસ છે તે ભાગ્યે જ કોઈ 15 વર્ષના યુવાનમાં જોવા મળે છે. તેની રમત જોતાં લાગે છે કે, તે વર્ષોથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો હોય.
Offbeat Special: બે બેઠકોના શૂન્યાવકાશથી સત્તાના શિખર સુધી : ભારતીય રાજકારણનો નકશો બદલી નાખનારી ભાજપની ઐતિહાસિક સફર
રેકોર્ડબ્રેક પરફોર્મન્સ અને આંકડા
માઈકલ વોને પોડકાસ્ટ દરમિયાન વૈભવના આંકડા રજૂ કરતાં સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વોને કહ્યું કે, IPL માં સૌથી ઝડપી સેન્ચુરીનો રેકોર્ડ ક્રિસ ગેલ (30 બોલ) ના નામે છે પરંતુ વૈભવે આ સિઝનમાં માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારીને આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો છે. આ ઉપરાંત ગત સિઝનમાં અભિષેક શર્માએ 42 સિક્સર મારી હતી, જે એક ભારતીય તરીકે રેકોર્ડ હતો જ્યારે આ વર્ષે વૈભવ અત્યાર સુધીમાં 37 સિક્સર ફટકારી ચૂક્યો છે.
15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર વિવાદ ગરમાયો: રાજસ્થાન રોયલ્સ સામે FIRની માંગ, સામાજિક કાર્યકર્તાના ગંભીર આરોપો, શું છે આખી હકીકત?
નિવૃત્તિ અંગેની ચોંકાવનારી મજાક
આ ચર્ચા દરમિયાન ફિલ ટફનેલે એક રમૂજી પણ ગંભીર મુદ્દો છેડ્યો હતો. તેમણે કહ્યું કે, વૈભવ જે રીતે નાની ઉંમરે આટલી સફળતા અને કીર્તિ મેળવી રહ્યો છે તે જોતાં તે 21 વર્ષની ઉંમર સુધીમાં 'બર્નઆઉટ' એટલે કે શારીરિક અને માનસિક રીતે થાકી શકે છે. ટફનેલના મતે આટલા વહેલા કરિયરની ટોપ પર પહોંચ્યા પછી તે કદાચ વહેલી નિવૃત્તિ જાહેર કરી દે. આ વાત પર માઈકલ વોને કટાક્ષ કર્યો કે, 21 વર્ષની ઉંમર સુધીમાં તો તેની પાસે એટલી મિલકત હશે કે, તે આરામથી નિવૃત્ત થઈને લક્ઝરી લાઇફ જીવી શકશે.
વૈભવ સૂર્યવંશી કરતાં પણ આગળ છે આ બેટ્સમેન!: દરેક બોલ પર ચોગ્ગા-છગ્ગાની જ વાત
ટીમ ઈન્ડિયામાં સ્થાન અને ફ્યુચર પ્લાન
ભવિષ્યની વાત કરતાં માઈકલ વોને ભારતીય સિલેક્ટર્સને પણ સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજસ્થાન રોયલ્સ આ ખેલાડીને લાંબો સમય પોતાની સાથે રાખશે અને તેને મુક્ત કરવાની ભૂલ નહીં કરે. વોને એ પણ ઉમેર્યું કે, હવે સમય પાકી ગયો છે કે વૈભવને ભારતની સિનિયર ટીમમાં સામેલ કરવામાં આવે. ખાસ કરીને આગામી આયર્લેન્ડ પ્રવાસ માટે તેને ટીમમાં સ્થાન આપીને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ આપવો જોઈએ તેવું આ દિગ્ગજોનું માનવું છે.





