Home Sports Vaibhav Suryavanshi Rr Controversy Child Labour Allegation Ipl2026

15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર વિવાદ ગરમાયો : રાજસ્થાન રોયલ્સ સામે FIRની માંગ, સામાજિક કાર્યકર્તાના ગંભીર આરોપો, શું છે આખી હકીકત?

Vaibhav Suryavanshi
Image Credit: facebook
Published by: Suman Dabhi
Last Updated: May 03, 2026, 12:00 PM IST

Vaibhav Suryavanshi: IPL 2026માં 15 વર્ષીય બિહારી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે, ત્યારે અચાનક તેના નામે વિવાદ સર્જાયો છે. એક સામાજિક કાર્યકર્તાએ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી પર 15 વર્ષીય વૈભવને બાળ મજૂરીમાં સામેલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને ટીમ સામે FIR નોંધવાની માંગ કરી છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં કર્ણાટકના જણાતા સામાજિક કાર્યકર્તા વૈભવને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપતા જોવા મળે છે. તેઓ કહે છે કે, “વૈભવે પોતાના અભ્યાસ પર ફોકસ કરવું જોઈએ અને આ મામલાની તપાસ લેબર કમિશનરે કરવી જોઈએ.”

વૈભવનું અસાધારણ પ્રદર્શન

આ વિવાદ વચ્ચે પણ વૈભવ IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે તોફાની ફોર્મમાં છે. અત્યાર સુધીમાં 10 મેચમાં 10 ઇનિંગ્સ રમીને તેણે 404 રન બનાવ્યા છે. તેની સરેરાશ 40.40 અને સ્ટ્રાઇક રેટ અદ્ભુત 237.64 છે. આ સીઝનમાં તેણે એક સદી પણ ફટકારી છે.રાજસ્થાન રોયલ્સ પ્લેઓફની રેસમાં મજબૂત સ્થિતિમાં છે અને વૈભવના પ્રદર્શનને ટીમની úપલબ્ધિમાં મોટો યોગદાન માનવામાં આવે છે.

ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય

આ આરોપો અંગે કોઈ મુખ્યસ્ત્રોતે હજુ સુધી સ્વતંત્ર પુષ્ટિ કરી નથી. આ મામલે અધિકૃત તપાસ અને પોલીસ પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે ચર્ચાનો વિષય બનાવ્યો છે કે યુવા પ્રતિભાઓના ભવિષ્ય અને તેમના અધિકારોના સંતુલન વિશે વધુ સચેત રહેવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now