Vaibhav Suryavanshi : ક્રિકેટ જગતમાં અત્યારે નવા ટેલેન્ટની વાત આવે છે, તો લોકો વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા ખેલાડીઓનું નામ લે છે. પરંતુ ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક એવા નામ પર મહોર મારી છે, જે ભવિષ્યમાં ભારતીય બેટિંગની કરોડરજ્જુ બની શકે છે. રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે, પ્રિયાંશ આર્યા પાસે જે પ્રકારની શોટ્સની રેન્જ છે તે તેને અન્ય યુવા ખેલાડીઓ કરતાં અલગ પાડે છે.
રવિચંદ્રન અશ્વિનનો અભિપ્રાય
રવિચંદ્રન અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રિયાંશ આર્યા વિશે વાત કરતા જણાવ્યું કે, તે વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે કરતાં એક ડગલું આગળ છે. રવિચંદ્રન અશ્વિનના મતે પ્રિયાંશ આર્યા પાસે માત્ર રન બનાવવાની ક્ષમતા જ નથી પરંતુ તેની પાસે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગા ફટકારવાની અદભુત રેન્જ પણ છે, જે આજના સમયના ક્રિકેટમાં ખૂબ જ જરૂરી છે.
IPL માં શાનદાર પરફોર્મન્સ
IPL 2026 ની આ સિઝનમાં પ્રિયાંશ આર્યા પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. લખનઉ સુપર જાયંટ્સ વિરુદ્ધ તેને માત્ર 37 બોલમાં 93 રનની જે વિસ્ફોટક ઇનિંગ રમી તેનાથી મેચનું આખું પાસું પલટાઈ ગયું હતું. બીજી તરફ વૈભવ સૂર્યવંશીએ પણ સેન્ચુરી ફટકારીને સનસનાટી મચાવી છે, જ્યારે આયુષ મ્હાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વનો બેટ્સમેન બની ગયો છે.
ડોમેસ્ટિકથી IPL સુધીની સફર
દિલ્હી તરફથી રમતા પ્રિયાંશ આર્યાએ દિલ્હી પ્રીમિયર લીગમાં પોતાની તાકાત બતાવી હતી. 2025 ના મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સે તેને 3.80 કરોડ જેવી મોટી રકમમાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ માત્ર 30 લાખ રૂપિયા હતી પરંતુ તેના ટેલેન્ટને જોઈને ફ્રેન્ચાઈઝીએ તેના પર મોટો દાવ રમ્યો હતો, જે અત્યારે સાચો સાબિત થઈ રહ્યો છે.
આ પણ ખાસ વાંચો : 14 મી ઓવરમાં હાર્દિકે તિલકને એવું તો શું કહ્યું કે આખી ગેમ બદલાઈ? : કેપ્ટનની એક બૂમથી તિલક વર્માએ મેદાનમાં મચાવ્યો તરખાટ!
સિઝનના આંકડા
વર્તમાન સિઝનમાં પ્રિયાંશ આર્યા જબરદસ્ત ફોર્મમાં છે. અત્યાર સુધી રમાયેલી પાંચ ઇનિંગ્સમાં તેને 248.23 ના સ્ટ્રાઇક રેટથી 211 રન બનાવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, તેને આ ટૂંકા ગાળામાં 14 ચોગ્ગા અને 20 છગ્ગા ફટકાર્યા છે, જે તેની આક્રમક રમતનો પુરાવો આપે છે.





