Home Sports IPL 2026 Srh Vs Dc Ipl 2026 Match Preview Gujarati

IPL 2026 માં SRH vs DC : હૈદરાબાદ જીતની હેટ્રિક તરફ, દિલ્હીની નજર લય પરત મેળવવા

Axar Patel, Ishan Kishan, Heinrich Klaassen, Tristan Stubbs
Published by: Aryan Shah
Last Updated: Apr 21, 2026, 10:23 AM IST

SRH vs DC : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માં આજે એક રોમાંચક મુકાબલો જોવા મળશે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ (DC) સામે ટકરાશે. પોઈન્ટ ટેબલમાં બંને ટીમો અત્યારે સમાન સ્થિતિમાં છે, જેના કારણે આ મેચ પ્લેઓફની રેસ માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે.

બંને વચ્ચેની જંગ

IPL ઇતિહાસમાં અત્યાર સુધી હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે કુલ 26 મેચો રમાઈ છે. આ આંકડાઓમાં હૈદરાબાદનું પલ્લું થોડું ભારે દેખાય છે. હૈદરાબાદે 13 મેચમાં જીત મેળવી છે, જ્યારે દિલ્હીના ફાળે 11 જીત આવી છે. એક મેચ ટાઈ રહી હતી અને એકનું પરિણામ આવ્યું નહોતું.

કમિન્સની ગેરહાજરી

હૈદરાબાદ માટે આ મેચમાં સૌથી મોટો પડકાર તેમના નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરી છે. કમિન્સ ટીમ સાથે હોવા છતાં આ મેચ રમી શકશે નહીં, તેથી ઈશાન કિશન ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ટીમ માટે રાહતના સમાચાર એ છે કે, પ્રફુલ હિંગે અને ઈશાન મલિંગા જેવા યુવા બોલરો શાનદાર ફોર્મમાં છે.બેટિંગ લાઇનઅપની કસોટી

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ લાઇનઅપ મજબૂત દેખાય છે, પરંતુ બેટિંગમાં હજુ સાતત્યનો અભાવ છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જેવી ઓપનિંગ જોડી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહી છે. હેનરિક ક્લાસેન અત્યારે શાનદાર ફોર્મમાં છે અને ટીમની બેટિંગનો મુખ્ય આધાર સ્તંભ બનેલો છે.

દિલ્હીની રણનીતિ

બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમ આ સિઝનમાં મિશ્ર પરફોર્મન્સ કરી રહી છે. કે. એલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ જેવા એક્સપિરિયન્સ ખેલાડીઓ પાસેથી ટીમને મોટી ઈનિંગની અપેક્ષા છે. બોલિંગમાં લુંગી એન્ગિડી સારું પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ સ્પિનર કુલદીપ યાદવનું ફોર્મ ટીમ માટે થોડી ચિંતા જગાવી રહ્યું છે.

આ પણ ખાસ વાંચો : 14 મી ઓવરમાં હાર્દિકે તિલકને એવું તો શું કહ્યું કે આખી ગેમ બદલાઈ? : કેપ્ટનની એક બૂમથી તિલક વર્માએ મેદાનમાં મચાવ્યો તરખાટ!

પિચ અને હવામાન

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમની પિચ હંમેશા બેટરો માટે સ્વર્ગ સમાન રહી છે. અહીં મોટા સ્કોર જોવા મળે છે. હવામાનની વાત કરીએ તો આજે આકાશ સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી, જેથી ચાહકોને આખી મેચનો આનંદ માણવા મળશે.

SRH vs DC ની સંભવિત પ્લેઇંગ-12

SRH : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (કેપ્ટન), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, લિયામ લિવિંગસ્ટન, શિવાંગ કુમાર, પ્રફુલ પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન. (ઇમ્પેક્ટ પ્લેયર: ઈશાન મલિંગા).

DC : કે. એલ રાહુલ, પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન. (ઇમ્પેક્ટ પ્લેયર: સમીર રિઝવી).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now