Home Sports FIFA 2026 Fifa World Cup 2026 Saudi Arabia Holds Uruguay To Draw

સાઉદી અરેબિયાએ ફરી ફૂટબોલ જગતને ચોંકાવ્યું! : આર્જેન્ટિના પછી હવે ઉરુગ્વેને પણ આપ્યો મોટો ઝટકો

FIFA World Cup 2026, Saudi Arabia vs Uruguay
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 16, 2026, 07:04 AM IST

FIFA World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ 2026માં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. કતાર વર્લ્ડ કપ 2022માં લિયોનેલ મેસ્સીની મજબૂત આર્જેન્ટિનાની ટીમને 2-1થી હરાવીને દુનિયાને ચોંકાવનાર સાઉદી અરેબિયાએ આ વખતે દક્ષિણ અમેરિકાની અન્ય એક દિગ્ગજ ટીમ ઉરુગ્વેને મોટો ઝટકો આપ્યો છે. મિયામી સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ Hની આ રોમાંચક મેચ 1-1થી ડ્રો રહી હતી. સાઉદી અરેબિયા ભલે આ મેચ જીતી શક્યું નથી, પરંતુ તેણે ઉરુગ્વે જેવી શક્તિશાળી ટીમને વિજય મેળવતા સફળતાપૂર્વક રોકી દીધી છે.

મેચનો રોમાંચ અને પ્રથમ ગોલ

આ વર્લ્ડ કપના 15મા મુકાબલામાં સાઉદી અરેબિયાએ શરૂઆતની મિનિટોથી જ ખૂબ જ આક્રમક રમત બતાવી હતી. ટીમે ઉરુગ્વેના ડિફેન્સ પર સતત એટેક કરવાનું શરૂ રાખ્યું હતું, જેના કારણે તેઓ પ્રથમ હાફમાં જ મહત્વપૂર્ણ લીડ મેળવવામાં સફળ રહ્યા હતા. મેચની 41મી મિનિટમાં સાઉદી અરેબિયાના ખેલાડી સાઉદ અલ-મારીએ એક શાનદાર ગોલ કરીને ઉરુગ્વેની ટીમને સ્તબ્ધ કરી દીધી હતી અને હાફ ટાઇમ સુધી પોતાની ટીમને 1-0થી આગળ રાખી હતી.

માર્ચમાં ફ્રાન્સનો કેપ્ટન, જૂનમાં મોરોક્કોનો હીરો!: માત્ર 18 વર્ષની ઉંમરે 100 મેચનો અનુભવ, બ્રાઝિલ સામે બતાવ્યો ક્લાસ

ઉરુગ્વેનો પલટવાર અને સ્કોર બરાબર

બીજા હાફમાં પછાડાયેલી ઉરુગ્વેની ટીમે વાપસી કરવા માટે સતત દબાણ જાળવી રાખ્યું હતું. સાઉદી અરેબિયાના મજબૂત ડિફેન્સે લાંબા સમય સુધી ઉરુગ્વેના ફોરવર્ડ્સને રોકી રાખ્યા હતા. ગોલકીપર મોહમ્મદ અલ-ઓવૈસે ફેડેરિકો વિનાસના હેડરને રોકવા માટે એક શાનદાર બચાવ પણ કર્યો હતો, પરંતુ રિબાઉન્ડ થયેલો બોલ મેક્સિમિલિઆનો અરાઉજો પાસે ગયો હતો. મેચની 80મી મિનિટમાં ઉરુગ્વેના આ વિંગરે કોઈ પણ ભૂલ કર્યા વિના બોલને સરળતાથી નેટમાં ધકેલી દીધો હતો અને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. ત્યારબાદ બંને ટીમો અન્ય કોઈ ગોલ કરી શકી નહોતી.

એશિયન ટીમોનો શાનદાર રેકોર્ડ

આ વર્ષના વર્લ્ડ કપમાં AFC એટલે કે એશિયન ફૂટબોલ કન્ફેડરેશનની ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી અદભૂત રહ્યું છે. એશિયાની તમામ 5 ટીમો પોતાની શરૂઆતની મેચોમાં અપરાજિત રહી છે. જેમાં દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાએ પોતપોતાની મેચોમાં જીત મેળવી છે, જ્યારે કતાર, જાપાન અને સાઉદી અરેબિયાએ પોતાની મેચો ડ્રો કરી છે. ખાસ વાત એ છે કે આ પાંચેય મેચો યુરોપ અથવા દક્ષિણ અમેરિકાની મજબૂત ટીમો સામે હતી. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા 2006માં ઓશનિયા ફૂટબોલ કન્ફેડરેશનમાંથી સત્તાવાર રીતે એશિયન ફૂટબોલ કન્ફેડરેશનમાં સામેલ થયું હતું.

1966 FIFA World Cup: જ્યારે એક કૂતરાએ ફૂટબોલ વર્લ્ડ કપ ટ્રોફી શોધી!

ફર્નાન્ડો મુસ્લેરાનો ઐતિહાસિક રેકોર્ડ

આ મેચ ઉરુગ્વેના અનુભવી ગોલકીપર ફર્નાન્ડો મુસ્લેરા માટે હંમેશા યાદગાર રહેશે. 39 વર્ષ અને 364 દિવસની ઉંમરે મેદાનમાં ઉતરીને મુસ્લેરા ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં ઉરુગ્વે માટે રમનાર સૌથી મોટી ઉંમરનો ફૂટબોલર બની ગયો છે. આ મામલામાં તેણે ડિએગો ગોડિનનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે 36 વર્ષ અને 285 દિવસની ઉંમરે વર્લ્ડ કપ મેચ રમી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now