Home Sports Vaibhav Sooryavanshi Ipl Shreyas Iyer Future Superstar

IPL માં આ ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ ઐયર! : કહ્યું..., આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે

Shreyas Iyer
Published by: Aryan Shah
Last Updated: Apr 21, 2026, 01:25 PM IST

Shreyas Iyer : IPL હંમેશા નવા ટેલેન્ટને શોધવાનું પ્લેટફોર્મ રહ્યું છે. આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પણ આ યુવા ખેલાડીની બેટિંગ જોઈને તેના ફેન બની ગયા છે અને તેને ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર ગણાવ્યો છે.

વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન

લખનઉ અને પંજાબ વચ્ચે રમાયેલી મેચ બાદ શ્રેયસ ઐયરે વૈભવ સૂર્યવંશીના મોંફાટ વખાણ કર્યા હતા. વૈભવ સૂર્યવંશીએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 6 ઇનિંગ્સમાં 246 રન ફટકાર્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, તેનો સ્ટ્રાઇક રેટ 236 થી પણ વધુ રહ્યો છે. તેની આ આક્રમક રમતને કારણે રાજસ્થાન રોયલ્સને દરેક મેચમાં મજબૂત શરૂઆત મળી રહી છે.

અદભૂત બેટિંગ ટેકનિક

શ્રેયસ ઐયરે વૈભવ સૂર્યવંશીની ટેકનિક વિશે વાત કરતા જણાવ્યું કે, આટલી નાની ઉંમરે તેનામાં અદભૂત સમજ છે. તેનો બેટ ફ્લો અને બોલ ફેંકાય તે પહેલાની તેની તૈયારી ખરેખર જોવા જેવી હોય છે. ઐયરના મત અનુસાર, વૈભવમાં જે રિધમ અને મોમેન્ટમ છે, તે તેને ભવિષ્યનો મોટો ખેલાડી બનાવે છે. તેના વખાણ કરવા માટે શબ્દો પણ ઓછા પડે તેમ છે.

શ્રેયસ ઐયરનું ફોર્મ

માત્ર બીજાના વખાણ જ નહીં, પરંતુ શ્રેયસ ઐયર પોતે પણ આ સિઝનમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પંજાબ કિંગ્સના કેપ્ટન તરીકે તેને 6 ઇનિંગ્સમાં 208 રન બનાવ્યા છે. ઐયરની કેપ્ટન્સીમાં ટીમ સારું પરફોર્મન્સ કરી રહી છે અને તે પોતે મધ્યમ ક્રમમાં જવાબદારીપૂર્વક બેટિંગ કરી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો : વૈભવ સૂર્યવંશી કરતાં પણ આગળ છે આ બેટ્સમેન! : દરેક બોલ પર ચોગ્ગા-છગ્ગાની જ વાત

યુવા ખેલાડીઓને ખાસ સલાહ

શ્રેયસ ઐયરે આ દરમિયાન યુવા ક્રિકેટરોને એક મહત્વની સલાહ પણ આપી હતી. તેણે કહ્યું કે, "ક્યારેય કોઈની નકલ કરવાનો પ્રયાસ ન કરો. જ્યારે તમે તમારી પોતાની સ્ટાઇલમાં નીડર થઈને રમો છો, ત્યારે જ શ્રેષ્ઠ પરફોર્મન્સ બહાર આવે છે." વૈભવ સૂર્યવંશી પણ પોતાની જ રીતે નિર્ભય થઈને રમી રહ્યો છે, જે તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now