Home Sports Suryakumar Yadav Team India Selection Bcci Decision

શું ટીમ ઈન્ડિયામાંથી સૂર્યાનું પત્તું કપાશે? : ફોર્મ અને ફ્યુચર વચ્ચે ફસાયો કેપ્ટન, જાણો કેમ BCCI લઈ શકે છે આ કઠિન નિર્ણય

Suryakumar Yadav
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 01:41 PM IST

Suryakumar Yadav : ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવ અત્યારે કારકિર્દીના સૌથી નાજુક વળાંક પર ઉભા છે. એક તરફ વર્લ્ડ કપની ટ્રોફી છે, તો બીજી તરફ તેમનું કથળતું બેટિંગ ફોર્મ. આગામી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડનો પ્રવાસ માત્ર એક સિરીઝ નથી, પરંતુ સૂર્યા માટે ભારતીય ટીમમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ સાબિત થશે.

સૂર્યકુમાર યાદવ માટે કેપ્ટનશીપ અને ફોર્મ વચ્ચેની જંગ

સૂર્યા અત્યારે ટીમનો સુકાની છે, પરંતુ BCCI ના રિપોર્ટ્સ મુજબ માત્ર કેપ્ટન હોવું પૂરતું નથી. ટીમ મેનેજમેન્ટ હવે 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપ માટે લાંબા ગાળાનું આયોજન કરી રહ્યું છે. જો બેટ્સમેન તરીકે સૂર્યા રન નહીં બનાવે, તો તેમની કેપ્ટનશીપ અને ટીમમાં સ્થાન બંને જોખમમાં મુકાઈ શકે છે.

ગંભીરનો ટેકો અને સિલેક્ટર્સની મૂંઝવણ

ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સૂર્યાને 2028 સુધી કેપ્ટન તરીકે જોવા માંગે છે, પરંતુ અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટી ફિટનેસ અને ઉંમરના ફેક્ટરને પણ ધ્યાનમાં રાખી રહી છે. ઓલિમ્પિક્સ સમયે સૂર્યા 38 વર્ષના હશે, જે T20 ફોર્મેટ માટે મોટો પડકાર બની શકે છે.

આ પણ ખાસ વાંચો : આને કહેવાય ખૌફ! VIDEO વાયુવેગે વાયરલ : જ્યાં સુધી વૈભવ સૂર્યવંશીનો બોલ હવામાં હતો, ત્યાં સુધી કાવ્યા મારનનું મોઢું ખુલ્લું જ રહી ગયું...!

આંકડામાં છુપાયેલી મુશ્કેલી

વર્ષ 2025 સૂર્યા માટે દુઃસ્વપ્ન સમાન રહ્યું છે. 120 થી ઓછો સ્ટ્રાઇક રેટ અને હાફ-સેન્ચુરીનો દુષ્કાળ તેમની ચિંતા વધારી રહ્યો છે. જોકે 2026 માં સૂર્યાએ દમદાર કમબેક કર્યું હતું, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલ જેવી મોટી મેચોમાં શૂન્ય રન પર આઉટ થવાથી તેમની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે.

આ પણ ખાસ વાંચો : ટીમ ઈન્ડિયા માટે પર્દાપણ કરશે વૈભવ સૂર્યવંશી! : સચિન અને શેફાલીનો રેકોર્ડ તોડી બ્લૂ જર્સીમાં રમશે સૂર્યવંશી

નવી જનરેશનની મજબૂત પડકાર

હવે ટીમમાં માત્ર એક્સપિરિયન્સ જ નહીં, પણ યુવા લોહીની પણ બોલબાલા વધી રહી છે. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ સિવાય સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશન જેવા ખેલાડીઓ સતત શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે. આ સંજોગોમાં જો નવા ખેલાડીને તક આપવી હોય તો સૂર્યા જેવા વરિષ્ઠ ખેલાડીને પડતો મૂકવો પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now