Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરમાં વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયા માટે પર્દાપણ કરવાની ખૂબ જ નજીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગામી જૂન મહિનામાં યોજાનારા આયર્લેન્ડના પ્રવાસ માટે તેને T20 ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. IPL 2026 પૂરી થયા બાદ ભારતની એક યુવા ટીમ આયર્લેન્ડ જશે, જેમાં સિલેક્ટર્સ વૈભવ સૂર્યવંશી જેવા ઉભરતા સ્ટાર્સને ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ આપવા માંગે છે.
વૈભવ સૂર્યવંશી ઈતિહાસ રચવાની નજીક
જો વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે રમવાની તક મળશે, તો તે ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બની જશે. હાલમાં સૌથી યુવા વયે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે છે, જેમને 16 વર્ષ 205 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત, તે મહિલા ક્રિકેટર શેફાલી વર્માનો રેકોર્ડ પણ તોડી શકે છે, જેમને 15 વર્ષ અને 7 મહિનાની ઉંમરે ભારત માટે પર્દાપણ કર્યું હતું.
IPL માં વૈભવ સૂર્યવંશીનું વિસ્ફોટક ફોર્મ
વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં તેને 40 ની શાનદાર એવરેજ અને 263.15 ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી 200 રન બનાવ્યા છે. જોકે, હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં તે શૂન્ય પર આઉટ થયો હતો, પરંતુ અગાઉની મેચોમાં તેને બતાવેલી આક્રમકતાએ સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ ખાસ વાંચો : ભારતીય સેનામાં જોડાવાનું હતું સપનું, પણ બની ગયો ક્રિકેટર! : માતાએ ઘરેણાં વેચ્યા અને દીકરાએ IPL માં રચ્યો ઇતિહાસ
વૈભવ સૂર્યવંશીની નીડર બેટિંગનો નમૂનો
મેદાન પર વૈભવ સૂર્યવંશીની બેટિંગમાં ગજબનો આત્મવિશ્વાસ જોવા મળે છે. તેને RCB સામે 26 બોલમાં 78 રન અને ચેન્નઈ સામે માત્ર 17 બોલમાં 52 રન ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી છે. વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહના પ્રથમ બોલ પર છગ્ગો મારવો હોય કે જોશ હેઝલવુડ વિરુદ્ધ આક્રમક રન બનાવવા, તે તેની નીડરતા દર્શાવે છે. સિલેક્ટર્સ આ ટેલેન્ટને વધુ રાહ જોવડાવવા માંગતા નથી.
આ પણ ખાસ વાંચો : એક જ મેચમાં IPL સ્ટાર બન્યો પ્રફુલ હિંગે! : ‘પહેલા જ બોલે આઉટ કરીશ...’, વૈભવની વિકેટ પર આપ્યું મોટું નિવેદન
દિગ્ગજોનું સમર્થન
વૈભવ સૂર્યવંશીના ટેલેન્ટની પ્રશંસા માત્ર ફેન્સ જ નહીં પરંતુ ક્રિકેટ જગતના દિગ્ગજો પણ કરી રહ્યા છે. IPL ચેરમેન અરૂણ ધૂમલે તેને ટીમ ઈન્ડિયામાં તક આપવાનું સમર્થન કર્યું છે, તો પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે પણ તેને જલ્દી ટીમમાં સામેલ કરવા અપીલ કરી છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 અને 28 જૂને 2 T20 મેચ રમાશે, જેમાં વૈભવ સૂર્યવંશી પર બધાની નજર રહેશે.






