Home Sports IPL 2026 Praful Hinge Ipl Debut History Statement Vaibhav Suryavanshi Wicket

એક જ મેચમાં IPL સ્ટાર બન્યો પ્રફુલ હિંગે! : ‘પહેલા જ બોલે આઉટ કરીશ...’, વૈભવની વિકેટ પર આપ્યું મોટું નિવેદન

Praful Hinge
Published by: Aryan Shah
Last Updated: Apr 14, 2026, 07:08 AM IST

Praful Hinge : IPL 2026 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને એક નવો મેચ વિનર મળી ગયો છે. વિદર્ભના 24 વર્ષીય યુવા ફાસ્ટ બોલર પ્રફુલ હિંગેએ પોતાની ડેબ્યૂ મેચમાં જ રાજસ્થાન રોયલ્સ સામે જે પ્રદર્શન કર્યું, તેનાથી આખું ક્રિકેટ જગત સ્તબ્ધ છે. પ્રફુલ્લે માત્ર વિકેટો જ ન ઝડપી પરંતુ IPL ના ઇતિહાસમાં ક્યારેય ન બન્યો હોય તેવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

પ્રફુલ હિંગેએ પહેલા બોલ પર સૂર્યવંશીનો કર્યો

મેચ બાદ પ્રફુલ્લ હિંગેએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે, તે વૈભવ સૂર્યવંશીને પહેલા જ બોલે આઉટ કરવા માંગતો હતો. પ્રફુલ હિંગેના શબ્દોમાં, "વૈભવ સૂર્યવંશી અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે. મેં નક્કી કર્યું હતું કે, તેને પહેલા જ બોલે બાઉન્સર નાખીને પેવેલિયન ભેગો કરીશ. મારો પ્લાન સફળ રહ્યો અને તેમાં વરુણ એરોને પણ મને ઘણી મદદ કરી."


પ્રફુલ હિંગેની મેનિફેસ્ટેશનની શક્તિ

પોતાના આત્મવિશ્વાસ વિશે વાત કરતા પ્રફુલ હિંગેએ કહ્યું કે, તેને પહેલાથી જ લખી રાખ્યું હતું કે, તે પોતાની ડેબ્યૂ મેચમાં 4 થી 5 વિકેટ ઝડપશે. તે 'મેનિફેસ્ટેશન' એટલે કે, મનની ઈચ્છાશક્તિમાં અતૂટ વિશ્વાસ રાખે છે. તેને પાવરપ્લેમાં પોતાની બોલિંગથી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોને ઘૂંટણિયે લાવી દીધા હતા.

પ્રફુલ હિંગેના સંઘર્ષથી સફળતા સુધી

નાગપુરના રહેવાસી પ્રફુલ હિંગેએ પોતાની સફળતાનો શ્રેય પરિવારને આપ્યો છે. 13 વર્ષની ઉંમરે લેધર બોલ ક્રિકેટની શરૂઆત કરનાર પ્રફુલ હિંગે માટે અહીં સુધી પહોંચવું આસાન નહોતું. તેના પિતાએ તેને હંમેશા સપોર્ટ કર્યો અને આજે તે સફળતા મેળવીને આ જીત પોતાના પરિવારને સમર્પિત કરે છે.

પ્રફુલ હિંગેની ઐતિહાસિક પ્રથમ ઓવર

પ્રફુલ હિંગે IPL ના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં 3 વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગયો છે. તેને પોતાની ઓવરના બીજા બોલે વૈભવ સૂર્યવંશીને, ચોથા બોલે ધ્રુવ જુરેલને અને છેલ્લા બોલે પ્રોટેરિયસને આઉટ કરીને રાજસ્થાન રોયલ્સના ટોપ ઓર્ડરના ફૂરચા ઉડાવી દીધા હતા.

આ પણ ખાસ વાંચો : ભારતીય સેનામાં જોડાવાનું હતું સપનું, પણ બની ગયો ક્રિકેટર! : માતાએ ઘરેણાં વેચ્યા અને દીકરાએ IPL માં રચ્યો ઇતિહાસ

પ્રફુલ હિંગેએ વિદેશમાં લીધી ટ્રેનિંગ

પ્રફુલ હિંગે 2022 થી MRF પેસ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે. તેને 2024 માં બ્રિસ્બેન જઈને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો સાથે પ્રેક્ટિસ કરી હતી. આ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ પ્રફુલ હિંગેની બોલિંગમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. SRH એ તેને માત્ર 30 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો, જે હવે ટીમ માટે સોનાની લગડી સમાન સાબિત થઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now