IPL 2026 : IPL 2026 માં બિહારના ક્રિકેટરોનો દબદબો વધી રહ્યો છે. ઇશાન કિશન અને વૈભવ સૂર્યવંશી બાદ હવે ગોપાલગંજનો સાકિબ હુસૈન ચર્ચાના કેન્દ્રમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા આ યુવા ફાસ્ટ બોલરે પોતાના ડેબ્યૂમાં જ એવો કમાલ કર્યો છે કે, આખા દેશની નજર તેના પર ટકી ગઈ છે. માત્ર 30 લાખની બેઝ પ્રાઈઝ પર ખરીદાયેલા આ ખેલાડીએ કરોડોનું મૂલ્ય સાબિત કર્યું છે.
સાકિબ હુસૈન ઐતિહાસિક પ્રદર્શન
13 એપ્રિલના રોજ હૈદરાબાદના મેદાન પર રાજસ્થાન રોયલ્સ સામે શાકિબે અદ્ભુત બોલિંગ કરી. જેમાં સાકિબ હુસૈને 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી હતી. આ પરફોર્મન્સ સાથે તેને IPL ડેબ્યૂમાં સર્વશ્રેષ્ઠ ભારતીય બોલિંગ આંકડાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તેને મુંબઈ ઈન્ડિયન્સના અશ્વિની કુમારના રેકોર્ડની બરાબરી કરી, જેને ગયા વર્ષે KKR સામે આ સિદ્ધિ મેળવી હતી.
સાકિબ હુસૈનની સેનામાં જવાની ઈચ્છા
સાકિબ હુસૈનની સ્ટોરી ફિલ્મી પડદા જેવી જ રોમાંચક છે. 21 વર્ષનો આ યુવાન હંમેશા દેશ માટે રાયફલ પકડવાનું સપનું જોતો હતો અને ભારતીય સેનામાં જોડાવા માંગતો હતો. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. નસીબ તેને ક્રિકેટના મેદાન પર ખેંચી લાવ્યું અને આજે તે પોતાની સ્પીડથી બેટ્સમેનોને ડરાવી રહ્યો છે.
સાકિબ હુસૈનની માતાનો ત્યાગ
સાકિબ હુસૈનના પિતા એક ખેડૂત છે, પરંતુ ઘૂંટણની તકલીફને કારણે તેઓ ખેતી કરી શકતા નહોતા. પરિવારમાં આર્થિક તંગી એટલી હતી કે, ખાવાના પણ ફાંફા હતા. જ્યારે સાકિબ હુસૈનને ક્રિકેટ રમવા માટે સ્પાઇક્સ (શૂઝ) ની જરૂર હતી, ત્યારે તેની માતાએ અચકાયા વગર પોતાના સોનાના ઘરેણાં વેચી દીધા હતા જેથી તેનો દીકરો પોતાના સપના પૂરા કરી શકે.
આ પણ ખાસ વાંચો : એક જ મેચમાં IPL સ્ટાર બન્યો પ્રફુલ હિંગે! : ‘પહેલા જ બોલે આઉટ કરીશ...’, વૈભવની વિકેટ પર આપ્યું મોટું નિવેદન
સાકિબ હુસૈનની બોલિંગની વિશેષતા
સાકિબ હુસૈનની સૌથી મોટી તાકાત તેની સ્પીડ અને તેનાથી પણ વધુ ખતરનાક તેની 'સ્લોઅર બોલ' છે. તેની સ્લો સ્પીડના બોલને ઓળખવા બેટ્સમેન માટે મુશ્કેલ છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ સાકિબ હુસૈને ડોનોવન ફરેરાને આવી જ રીતે ફસાવ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેનું પરફોર્મન્સ ઘણું શાનદાર રહ્યું છે.






