Home Religion Icc T20i Rankings Sanju Samson Shines Surya And Tilak Suffer Losses Abhishek Remains At Number 1

ICC T20I Rankings; સંજુ સેમસન ચમક્યો, સૂર્યા અને તિલકને નુકસાન! : અભિષેક શર્મા નંબર-1 પર યથાવત, ઈશાન કિશન હવે બીજા નંબરે

ICC T20I Rankings; સંજુ સેમસન ચમક્યો, સૂર્યા અને તિલકને નુકસાન!
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 12:49 PM IST

ICC T20I Rankings : T20 વર્લ્ડ કપ 2026 માં શાનદાર પ્રદર્શન બાદ ICC એ તાજી T20I રેન્કિંગ જાહેર કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના ખેલાડીઓને આ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ખાસ કરીને યુવા બેટર્સ અભિષેક શર્મા અને ઈશાન કિશને દુનિયાભરના બેટ્સમેનોને પાછળ છોડીને ટોપના બે સ્થાન પર કબજો જમાવી લીધો છે.

બેટિંગમાં ભારતીય યુવાનોનો દબદબો

નવી રેન્કિંગ મુજબ, ભારતીય ઓપનર અભિષેક શર્મા 875 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને અડગ છે. તેની પાછળ ઈશાન કિશન પણ બે સ્થાનના સુધારા સાથે 871 પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે પહોંચી ગયો છે. ઈશાને વર્લ્ડ કપની 9 ઇનિંગ્સમાં 317 રન ફટકાર્યા હતા. પાકિસ્તાનનો સાહિબજાદા ફરહાન હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે.

સંજુ સેમસન અને હાર્દિકની મોટી છલાંગ

આ રેન્કિંગમાં સૌથી મોટો ફાયદો સંજુ સેમસનને થયો છે. 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' બનેલા સેમસને 18 સ્થાનની છલાંગ લગાવીને 22મા સ્થાને પહોંચી ગયો છે. તેને આ ટુર્નામેન્ટમાં 321 રન બનાવ્યા હતા. બીજી તરફ, ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બીજું સ્થાન હાંસલ કર્યું છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા હજુ પણ ઓલરાઉન્ડર્સમાં નંબર-1 છે.

સૂર્યકુમાર અને તિલક વર્માને નુકસાન

જ્યાં એક તરફ કેટલાક ખેલાડીઓ ઉછળ્યા છે, ત્યાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માને રેન્કિંગમાં થોડું નુકસાન થયું છે. સૂર્યા બે સ્થાન નીચે ઉતરીને નવમા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે તિલક વર્મા એક સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે છે. જોકે, ટોપ-10 બેટ્સમેનોમાં હજુ પણ 4 ભારતીયોનું વર્ચસ્વ જળવાયેલું છે.

બોલિંગમાં રાશિદ ખાન ફરી ટોચ પર

બોલરોની લિસ્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન ફરી એકવાર દુનિયાનો નંબર-1 T20 બોલર બની ગયો છે. તેના કારણે ભારતના વરુણ ચક્રવર્તીએ એક સ્થાન ગુમાવવું પડ્યું છે અને તે હવે બીજા ક્રમે છે. વર્લ્ડ કપ ફાઇનલના હીરો જસપ્રીત બુમરાહ પણ એક સ્થાન ઉપર આવીને હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે.

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now