Home Sports IPL 2026 Punjab Kings Ipl 2026 Winning Secret Shreyas Iyer Leadership

IPL 2026 માં પંજાબ કિંગ્સની સતત જીત પાછળ શું છે સિક્રેટ? : આ ખેલાડીએ ખોલી નાખ્યું શ્રેયસ ઐયરની લીડરશિપનું મોટું રહસ્ય!

PBKS
Published by: Aryan Shah
Last Updated: Apr 20, 2026, 10:52 AM IST

Punjab Kings : IPL 2026 માં પંજાબ કિંગ્સનો વિજય રથ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પ્રીતિ ઝીન્ટાની માલિકીની આ ટીમ આ સિઝનમાં એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબે અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી એક પણ મેચ ગુમાવી નથી. આ શાનદાર પરફોર્મન્સ પાછળ શું રહસ્ય છુપાયેલું છે, તેનો ખુલાસો ટીમના કેપ્ટન અને ખેલાડીઓએ કર્યો છે.

અજેય પંજાબનો દબદબો

પંજાબ કિંગ્સ આ સિઝનમાં અત્યારસુધી 6 મેચ રમીને અજેય રહી છે, જેમાં 5 મેચમાં જીત મેળવી છે અને એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. 11 પોઈન્ટ સાથે ટીમ હાલમાં ટેબલમાં ટોપ પર છે. ગત સિઝનમાં રનર-અપ રહેલી આ ટીમ આ વર્ષે ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે અને મેદાન પર તેમનો આત્મવિશ્વાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

કેપ્ટન શ્રેયસ ઐયરનું નેતૃત્વ

ટીમની આ સફળતામાં કેપ્ટન શ્રેયસ ઐયરનો મોટો ફાળો છે. લખનઉ સુપર જાયન્ટ્સ સામેની ભવ્ય જીત બાદ શ્રેયસ ઐયરે જણાવ્યું કે, ડ્રેસિંગ રૂમમાં ઉભું કરવામાં આવેલું સકારાત્મક વાતાવરણ જ મેદાન પર પરિણામ આપી રહ્યું છે. શ્રેયસ ઐયર પોતે ખેલાડીઓ માટે ઉદાહરણ પૂરું પાડે છે અને દરેક ખેલાડીને પોતાની નેચરલ રમત રમવા માટે પ્રોત્સાહિત કરે છે.

ડ્રેસિંગ રૂમનું વાતાવરણ

ઓસ્ટ્રેલિયન બેટ્સમેન કૂપર કોનોલીએ જણાવ્યું કે, ટીમમાં એકબીજા પાસેથી શીખવાની ક્ષમતા જ તેમને મજબૂત બનાવી રહી છે. કૂપર કોનોલીના મતે, ટીમમાં એવું વાતાવરણ છે જ્યાં દરેક ખેલાડી એકબીજાને મદદ કરે છે અને નાની-નાની બાબતો પર ધ્યાન આપે છે. આ સકારાત્મકતાને કારણે જ ખેલાડીઓ મેદાન પર પ્રેશર વગર રમી શકે છે.

લખનઉ સામે ઐતિહાસિક જીત

હાલમાં જ પંજાબ કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 54 રને શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં કૂપર કોનોલીના 87 રન અને પ્રિયાંશ આર્યના વિસ્ફોટક 93 રનની મદદથી પંજાબ કિંગ્સે 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બંને વચ્ચે થયેલી 182 રનની પાર્ટનરશીઓએ વિરોધી ટીમને મેચમાંથી બહાર કરી દીધી હતી.

આ પણ ખાસ વાંચો : SRH vs CSK મેચમાં શું 'બ્લેક મેજિક' થયું? : કાળા જાદુ સામે CSK એ કરી ફરિયાદ?, જાણો શું છે સત્ય

યુવા ખેલાડીઓનો તરખાટ

પંજાબ કિંગ્સની ટીમમાં એક્સપિરિયન્સ ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓ પણ જોરદાર પરફોર્મન્સ કરી રહ્યા છે. પ્રિયાંશ આર્ય ગત વર્ષથી જે રીતે રમી રહ્યો છે, તેની પ્રશંસા આખી ટીમ કરી રહી છે. નબળા બોલનો ફાયદો ઉઠાવવો અને સતત વિરોધી ટીમ પર પ્રેશર બનાવી રાખવું એ પંજાબ કિંગ્સની નવી રણનીતિ છે, જે તેમને 2014 અને 2025 બાદ ફરી એકવાર ફાઇનલ સુધી લઈ જઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now