Home Sports IPL 2026 Gt Vs Mi Ipl 2026 Ahmedabad Match Preview Gujarati

IPL 2026; અમદાવાદમાં MI ને આજ સુધી નથી મળી જીત! : શું હિટમેન વગર મુંબઈ આપશે સંઘર્ષમય લડત?

Shubman Gill, Hardik Pandya, Trent Boult, Glenn Phillips
Published by: Aryan Shah
Last Updated: Apr 20, 2026, 11:39 AM IST

GT vs MI : IPL 2026 ની 30 મી મેચમાં આજે ક્રિકેટ પ્રેમીઓને એક હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામસામે ટકરાશે. એક તરફ ગુજરાતની ટીમ પોતાની જીતની લય જાળવી રાખવા મેદાનમાં ઉતરશે, તો બીજી તરફ સતત ચાર હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કમબેક કરવા માટે સંઘર્ષ કરશે.

સ્થિરતા વિરુદ્ધ ફોર્મની લડાઈ

ગુજરાત ટાઇટન્સ માટે આ સિઝન અત્યાર સુધી ખૂબ જ સ્થિર રહી છે. કેપ્ટન શુભમન ગિલની આગેવાનીમાં ટીમે માત્ર 13 ખેલાડીઓનો ઉપયોગ કર્યો છે, જે બતાવે છે કે, ટીમ પોતાના કોમ્બિનેશન પર કેટલો વિશ્વાસ રાખે છે. તેની સામે મુંબઈ ઇન્ડિયન્સની હાલત થોડી નબળી છે. MI એ અત્યાર સુધીમાં 17 ખેલાડીઓ અજમાવ્યા છે, છતાં તેમને યોગ્ય લય મળી રહી નથી.

ગિલ અને પ્રસિદ્ધ પર નજર

ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તે ઓરેન્જ કેપ મેળવવાથી માત્ર થોડાક જ રન દૂર છે. આ ઉપરાંત બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્ના પર્પલ કેપની રેસમાં આગળ છે. બીજી તરફ, મુંબઈ માટે રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, પરંતુ તેની ઈજાને કારણે ટીમના કોમ્બિનેશન પર અસર પડી શકે છે.અમદાવાદની પિચ અને હવામાન

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ અને બોલિંગ બંને માટે અનુકૂળ રહે છે. જોકે, હાલના આંકડા મુજબ પ્રથમ બેટિંગ કરનાર ટીમને અહીં થોડો ફાયદો મળે છે. અમદાવાદની કાળઝાળ ગરમી (40 ડિગ્રીથી વધુ) ખેલાડીઓ માટે પડકારજનક રહેશે, જોકે સાંજની મેચમાં ઝાકળ (Dew) મહત્વનો ભાગ ભજવી શકે છે.

અમદાવાદમાં આંકડાકીય સરસાઈ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો રેકોર્ડ મુંબઈ ઇન્ડિયન્સ સામે અત્યંત શાનદાર રહ્યો છે. 20 એપ્રિલ 2026 સુધીના આંકડા મુજબ આ મેદાન પર રમાયેલી તમામ 4 મેચોમાં ગુજરાતે મુંબઈ પર પ્રભુત્વ જમાવીને જીત મેળવી છે. આ સ્ટેડિયમ હાઇ-સ્કોરિંગ ગેમ માટે જાણીતું છે જ્યાં પ્રથમ ઇનિંગ્સનો અવરેજ સ્કોર 180 રનથી વધુ રહે છે. રેકોર્ડ્સ મુજબ અહીં રનનો પીછો કરતી ટીમ માટે જીતવાની તકો વધુ રહેતી હોય છે, જે ટોસ જીતનાર ટીમ માટે મહત્વનો નિર્ણય બની શકે છે.

આ પણ ખાસ વાંચો : IPL 2026 માં પંજાબ કિંગ્સની સતત જીત પાછળ શું છે સિક્રેટ? : આ ખેલાડીએ ખોલી નાખ્યું શ્રેયસ ઐયરની લીડરશિપનું મોટું રહસ્ય!

રોહિત શર્માના રમવા પર સવાલ

મુંબઈના ફેન્સ માટે ચિંતાના સમાચાર એ છે કે, રોહિત શર્માના રમવા પર સસ્પેન્સ છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને આરામ આપવાની વાત કહી છે. જો રોહિત શર્મા નહીં રમે, તો મુંબઈના બેટિંગ લાઇન-અપમાં ફરી મોટા ફેરફારો જોવા મળી શકે છે.

GT vs MI ની સંભવિત પ્લેઈંગ-12

GT : સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. (ઇમ્પેક્ટ પ્લેયર : શાહરૂખ ખાન)

MI : ક્વિન્ટન ડી કોક, રોહિત શર્મા/રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર અને જસપ્રીત બુમરાહ. (ઇમ્પેક્ટ પ્લેયર : ટ્રેન્ટ બોલ્ટ)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now