Home Sports IPL 2026 Bat Theft Caught In Ongoing Match At The Start Of Ipl

IPL ની શરૂઆતમાં જ ચાલુ મેચમાં પકડાઈ બેટની ચોરી : અમ્પાયરે તપાસ કરીને તાત્કાલિક કેમ બદલાવ્યું બેટ? નિયમ ભંગ બદલ કેપ્ટનને ફટકાર્યો મોટો દંડ

rahul tewatia bat checking
Published by: Aryan Shah
Last Updated: Apr 01, 2026, 01:01 PM IST

GT vs PBKS : IPL 2026 ની ગઈકાલે રમાયેલી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે પરાજય આપી શાનદાર જીત મેળવી છે. ન્યૂ ચંદીગઢમાં રમાયેલી આ મેચમાં માત્ર ચોગ્ગા-છગ્ગા જ નહીં, પણ અણધાર્યા રેકોર્ડ્સ અને મેદાન પરનો ડ્રામા પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડેબ્યૂન્ટ કૂપર કોનોલીની શાનદાર બેટિંગ અને બોલરોની લડાયક કામગીરીને કારણે પંજાબે આ સફળતા મેળવી છે.

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઇતિહાસ

આ મેચમાં અનુભવી સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઇતિહાસ રચ્યો છે. તેમણે શુભમન ગિલ અને જોશ બટલરની મહત્વની વિકેટ ઝડપી હતી. આ સાથે જ યુઝવેન્દ્ર ચહલ હવે IPL ના મિડલ ઓવર્સ (7 થી 16 ઓવર) માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે. યુઝવેન્દ્ર ચહલે રવીન્દ્ર જાડેજાના 136 વિકેટના રેકોર્ડને તોડીને IPL ની મિડલ ઓવર્સમાં 138 વિકેટ સાથે લઈને નવો ઇતિહાસ રચ્યો છે.

અર્શદીપની 11 બોલની ઓવર

પંજાબના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે એક અણધાર્યો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાં અર્શદીપે 4 વાઈડ અને 1 નો બોલ ફેંક્યો, જેના કારણે આ એક ઓવર પૂરી કરવા માટે અર્શદીપ સિંહે કુલ 11 બોલ ફેંકવા પડ્યા હતા. આ સાથે તેને IPL ની સૌથી લાંબી ઓવર ફેંકનારા બોલરોની લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. અર્શદીપ સિંહ પહેલાં મોહમ્મદ સિરાજ અને તુષાર દેશપાંડેએ 2023 માં, જ્યારે શાર્દૂલ ઠાકુર, સંદીપ શર્મા અને હાર્દિક પંડ્યાએ 2025 માં 11-11 બોલની ઓવર ફેંકી આ અણધાર્યા રેકોર્ડની લિસ્ટમાં સ્થાન મેળવ્યું હતું. હવે 2026 માં અર્શદીપ સિંહ પણ આ ક્લબમાં જોડાઈ ગયો છે.

રાહુલ તેવટિયા અને બેટ ડ્રામા

મેચ દરમિયાન 18 મી ઓવરમાં અજીબ ઘટના બની હતી. જ્યારે રાહુલ તેવટિયા બેટિંગ કરવા આવ્યા ત્યારે અમ્પાયરોએ તેને રોકીને તેનું બેટ ચેક કર્યું હતું. આ ટેસ્ટમાં તેનું બેટ નિયમો મુજબ યોગ્ય ન ઠરતા, રાહુલ તેવટિયાએ મેદાન પર જ પોતાનું બેટ બદલવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આ નિયમ હવે IPL માં પણ કડક રીતે લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો : CSK ને એક જ મેચમાં 2.58 કરોડનું થયું નુકસાન! : સંજુ-જાડેજાની ટ્રેડ ચેન્નાઈને પડી ભારે, જાણો કેવી રીતે

ડેબ્યૂ સ્ટાર કૂપર કોનોલી

પંજાબ કિંગ્સ માટે ડેબ્યૂ કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડી કૂપર કોનોલી મેચના અસલી હીરો રહ્યો હતો. તેને રાશિદ ખાનના બોલ પર 103 મીટર લાંબો વિશાળ છગ્ગો ફટકાર્યો હતો. કોનોલીએ માત્ર 34 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને નોટઆઉટ 72 રન બનાવીને ટીમને પંજાબબી ટીમને શાનદાર જીત અપાવી હતી.

કેપ્ટન શ્રેયસ ઐયરને થયો દંડ

ગુજરાત સામે જીત મળ્યા પછી પણ પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર માટે માઠા સમાચાર આવ્યા છે. BCCI એ સ્લો ઓવર રેટ માટે ઐયર પર ₹12 લાખનો દંડ ફટકાર્યો છે. જો ટીમ આ ભૂલ ફરીથી કરશે, તો દંડની રકમ વધશે અને કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now