Home Sports IPL 2026 Csk Lost Rs 258 Crore In A Single Match

CSK ને એક જ મેચમાં 2.58 કરોડનું થયું નુકસાન! : સંજુ-જાડેજાની ટ્રેડ ચેન્નાઈને પડી ભારે, જાણો કેવી રીતે

Ravindra Jadeja And Sanju Samson
Published by: Aryan Shah
Last Updated: Mar 31, 2026, 11:16 AM IST

CSK vs RR : IPL 2026 માં સોમવારે ગુવાહાટીના મેદાનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાઈ હતી. આ મેચ માત્ર હાર-જીત પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ તેમાં બે દિગ્ગજ ખેલાડીઓ સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજાના પરફોર્મન્સ પર સૌની નજર હતી. આ બંને ખેલાડીઓ આ સિઝનમાં જ ટ્રેડિંગ દ્વારા પોતાની જૂની ટીમો બદલીને મેદાનમાં ઉતર્યા હતા. જોકે, આ મેચનું પરિણામ CSK માટે આર્થિક અને રમતની દ્રષ્ટિએ મોટો ઝટકો સાબિત થયું છે.

હાઇ-પ્રોફાઈલ ટ્રેડિંગનું ગણિત

આ સિઝન પહેલા એક મોટી ટ્રેડિંગ ડીલ થઈ હતી, જેમાં સંજુ સેમસન 18 કરોડ રૂપિયામાં RR માંથી CSK માં જોડાયો હતો, જ્યારે રવિન્દ્ર જાડેજા 14 કરોડ રૂપિયાની ફી સાથે CSK માંથી RR માં ગયો હતો. ફ્રેન્ચાઈઝીઓ જ્યારે આવા મોટા ખેલાડીઓ પર કરોડોનો ખર્ચ કરે છે, ત્યારે તેમની અપેક્ષા માત્ર રન કે વિકેટની જ નહીં, પણ મેચ વિનિંગ ઈમ્પેક્ટની હોય છે.

સંજુ સેમસનનું નિરાશાજનક પ્રદર્શન

CSK ને આશા હતી કે, સંજુ સેમસન તેમના વીક ટોપ-ઓર્ડરને મજબૂતી આપશે. જોકે, આ મહત્વની મેચમાં સંજુ માત્ર 7 બોલમાં 6 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. પાવરપ્લેમાં જ્યારે ટીમને આક્રમક શરૂઆતની જરૂર હતી, ત્યારે નાન્દ્રે બર્ગરના બોલ પર આઉટ થઈને તેને CSK ની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. સંજુના આ આઉટ થવાથી CSK ની આખી બેટિંગ લાઈનઅપ દબાણમાં આવી ગઈ હતી.

જાડેજાએ ગુલાબી જર્સીમાં જમાવ્યો રંગ

બીજી તરફ, રવિન્દ્ર જાડેજાએ રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. જ્યારે CSK ની ટીમ 38 રનમાં 4 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, ત્યારે જાડેજાએ સરફરાઝ ખાન અને શિવમ દુબે જેવી મહત્વની વિકેટો ઝડપીને ચેન્નાઈની કમર તોડી નાખી હતી. જાડેજાએ 3 ઓવરમાં માત્ર 18 રન આપી 2 વિકેટ ઝડપીને સાબિત કર્યું કે, તે કેમ મેચ વિનર ગણાય છે.

શું છે આ ઈમ્પેક્ટ લેજર મોડલ?

એક રિપોર્ટ મુજબ, 'ઈમ્પેક્ટ લેજર મોડલ' દ્વારા ખેલાડીના પરફોર્મન્સની આર્થિક અસર માપવામાં આવી છે. સંજુ સેમસન પર CSK દરેક મેચ દીઠ અંદાજે 1.286 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે, પરંતુ તેના ખરાબ પરફોર્મન્સથી ટીમને 1.81 કરોડનું 'કાલ્પનિક નુકસાન' થયું છે. બીજી તરફ, જાડેજાએ પોતાની 1 કરોડની પ્રતિ મેચ ફી સામે રાજસ્થાનને 77 લાખનો વધારાનો ફાયદો કરાવ્યો છે.

આ પણ ખાસ વાંચો : CSKને ધોનીની ખોટ ખૂંચી : RR સામે શરમજનક હાર. 15 વર્ષના બેટરનો તોફાની શો

CSK ને કેવી રીતે થયું 2.58 કરોડનું નુકસાન?

આ આંકડાકીય માયાવી જાળને સમજીએ તો, સંજુ સેમસનના નબળા પ્રદર્શનથી થયેલું 1.81 કરોડનું નુકસાન અને સામે પક્ષે જાડેજાના શાનદાર પ્રદર્શનથી રાજસ્થાનને થયેલો 77 લાખનો ફાયદો (જે CSK માટે તુલનાત્મક નુકસાન છે) ભેગા મળીને કુલ 2.58 કરોડ રૂપિયા થાય છે. આમ, એક જ મેચમાં ટ્રેડિંગ ડીલના પરિણામે CSK ને કરોડોનો ફટકો પડ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
BCCI ના બ્રોડકાસ્ટ એન્જીનિયરની ડેડબોડી મળતા હડકંપ!
IPL 2026;  શું ગિલની સેના ઐયરની ટીમને હરાવી શકશે?
CSKને ધોનીની ખોટ ખૂંચી
IPL 2026 ના ટેલિકાસ્ટમાં બાંગ્લાદેશનો મોટો યુ-ટર્ન!