ભારતમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતાં નાગરિકોને મફતમાં રેશન આપે છે. જેમાં ચોખા, ઘઉ વગેરે ઘરવખરીની ચીજો મફતમાં આપવામાં આવે છે. પરંતુ આ સેવાનો લાભ લેવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે. આનો લાભ ફક્ત રેશનકાર્ડ ધારકોને જ મળે છે. એવામાં ઘણી વખત એવું થતું હોય છે કે મિલકત જમીનના ભાગ પાડવા પડે છે, ત્યારે રેશન કાર્ડ પણ અલગ બનાવવાની જરૂર પડે છે. તો આવી પરિસ્થિતિમાં તમે કેવી રીતે રેશન કાર્ડ અલગ કરાવી શકો છો અને તેની માટે શું ડોક્યુમેન્ટ જરૂરી છે ? તો ચાલો આના વિશે જાણીએ...
રહેઠાણના પુરાવો (કોઇપણ એક)
લાઈટબીલ/વેરાબિલ
માલિકીના કિસ્સામાં આકારણી પત્રક
મિલકત વેરાની પહોંચ
ભાડાના કિસ્સામાં ભાડા કરાર મકાન માલિકીની સંમતિ તથા મિલકતનો પુરાવો
પ્રોપર્ટી કાર્ડની નકલ
ઓળખાણનો પુરાવો
ડ્રાઈવિંગ લાઇસન્સ
આધારકાર્ડ
અન્ય પુરાવા
ઓરીજીનલ રેશનકાર્ડ
સેવા માટે જરૂરી પૂરાવા
કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
મહેસુલ ની પાવતી
વરસાઈ પેઢીનામું નોટરાઈઝડ
બી.પી.એલ.યાદીમાં 21 થી 28 સ્કોરમાં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો
વસિયતનામની પ્રમાણિત નકલ
ફોર્મ કર્યા મળશે અને અરજી ક્યાં કરવી?
જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદાર ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી
અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.