દરરોજ ઘણા લોકો ટ્રાફિક નિયમો તોડે છે. કયારેક સિગ્નલ તોડે છે તો ક્યારેક હેલમેટ વીના ડ્રાઇવિંગ કરવું. એવામાં વારંવાર રસ્તા પર તૈનાત ટ્રાફિક પોલીસ મેમો આપે છે. ઘણી વખત આ મેમો રિસીપ્ટના રૂપે મળે છે તો ક્યારેય ઓનલાઈન તમારા ઘરે મોબાઈલ પર જ આવી જાય છે. હવે ટેન્શન એ વાતનું છે કે આ મેમો ભરવો કેવી રીતે. એટલા માટે ટ્રાફિક રૂલ્સ તોડવાથી બચવું. પરંતુ જો છતાં પણ ભૂલથી મેમો આવી જાય છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આ રીતે ઘરે બેઠા મેમો ભરી શકો છો..
શું છે ઇ-મેમો?
ટ્રાફિક નિયોમઓ તોડવા પર તમે મેમો કાગળ પર મળવાની જગ્યાએ ડાયરેક્ટ ફોન પર ડિજિટલ મળે છે તો તેને ઇ-મેમો કહેવામાં આવે છે. આજકાલ મોટાભાગના શહેરોના રસ્તા પર સેન્સર કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જે ટ્રાફિક રૂલ્સ તોડવા પર વાહન નંબર ઓળખીને તરત તેનો ઇ-મેમો જનરેટ કરે છે.
ઓનલાઈન કેવી રીતે ભરવો ઇ-મેમો?
તમે પોતાના મોબાઈલ પર આવેલા મેમાને મિનિટોમાં ભરી શકો છો. આની માટે તમારે નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે..
સૌથી પહેલા ભારત સરકારની પરિવહન વેબસાઇટ (E parivahan) પર જવું.
આ બાદ વેબસાઇટ પર પોતાનો વાહન નંબર કે પછી સ મેમાનો નંબર નાખો.
હવે સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ ભરો અને સબમિટ કરો.
અહીં તમને મેમાની તમામ માહિતી મળી જશે, જેમાંથી મેમાની રકમ અને નિયમ તોડવાનું કારણ તમામ માહિતી હશે.
આ બાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરો, પોતાની પેમેન્ટ ડિટેલ્સ ભરો. પછી પેમેન્ટ કર્યા બાદ તમને પેમેન્ટ સક્સેસફૂલનો મેસેજ આવી જશે.
ઓફલાઇન મેમો કેવી રીતે ભરવો?
આ સિવાય તમે ઓફલાઇન મેમો પણ ભરી શકો છો. આની માટે તમારે પોતાની નજીકના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જવાનું રહેશે. યાદ રાખો કે, પોતાની સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ:- રજીસ્ટ્રેશન કાર્ડ, લાયસન્સ, ઈન્શ્યોરન્સ અને મેમાની રસીપ્ટ લઈને જવું.