FastTag New Rules 2025: FASTag વગર ટોલ ક્રોસ કરનારા લોકોને હવે બમણી ફી ચૂકવવાની જરૂર નથી. માન્ય અને કાર્યરત FASTag વગર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝામાં પ્રવેશતા વાહનો પાસેથી સામાન્ય ટોલ રકમ કરતાં 1.25 ગણો ચાર્જ વસૂલવામાં આવશે, પરંતુ આ માટે તેમણે રોકડને બદલે UPI દ્વારા ચુકવણીનો વિકલ્પ પસંદ કરવો પડશે. સરકારે શનિવારે આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે રોકડ વ્યવહાર ઘટાડવા માટે આ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ નવો નિયમ 15 નવેમ્બરથી અમલમાં આવશે. હાલમાં, માન્ય FASTag વગર મુસાફરી કરનારાઓને રોકડ ચુકવણી પર બમણું ટોલ ફી ચૂકવવી પડશે.
શું મંત્રાલયે કંઈ કહ્યું છે?
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત સરકારે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા અને FASTag ન ધરાવતા યુઝર્સ માટે રોકડ વ્યવહારોને દૂર કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી (દર નિર્ધારણ અને સંગ્રહ) નિયમો, 2008 માં સુધારો કર્યો છે. "નવા નિયમ હેઠળ, માન્ય અને કાર્યકારી FASTag વિના ટોલ પ્લાઝામાં પ્રવેશતા વાહનો જો રોકડમાં ચુકવણી કરે તો તેમની પાસેથી બમણી ટોલ રકમ વસૂલવામાં આવશે," મંત્રાલયે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું "UPI દ્વારા ચુકવણી કરનારા યુઝર્સ પાસેથી લાગુ યુઝર્સ ફીના માત્ર 1.25 ગણા ચાર્જ લેવામાં આવશે."
3000 રૂપિયા વાર્ષિક ફી
આ વર્ષની શરૂઆતમાં, 15 ઓગસ્ટના રોજ, માર્ગ પરિવહન મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ₹3,000 ના વાર્ષિક ટોલ પાસની જાહેરાત કરી હતી. આ પાસ એક વર્ષ અથવા 200 ટ્રિપ્સ, જે પહેલા આવે તે માટે માન્ય રહેશે. આનો અર્થ એ થયો કે લોકો પ્રતિ ટ્રિપ સરેરાશ ₹15 ચૂકવી રહ્યા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરનારાઓ માટે આ એક મોટી રાહત છે.