ભારતમાં સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતાં નાગરિકોને મફતમાં રેશન આપે છે. જેમાં ચોખા, ઘઉ વગેરે ઘરવખરીની ચીજો મફતમાં આપવામાં આવે છે. પરંતુ આ સેવાનો લાભ લેવા માટે રેશન કાર્ડ હોવું જરૂરી છે. આનો લાભ ફક્ત રેશનકાર્ડ ધારકોને જ મળે છે. એવામાં ગણી વખત રેશન કાર્ડ ખોવાઈ જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે. એવામાં તમે ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવીને આ યોજનાનો લાભ લઈ શકો છો, જેથી તમારું ઓરીજનલ રેશન કાર્ડ એકદમ સેફ રહે. પરંતુ હવે સવાલ એ થાય કે ડુપ્લિકેટ રેશન કાર્ડ કેવી રીતે બનાવવું. તો ચાલો જાણીએ કે ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવવા માટે શું દસ્તાવેજોની જરૂર પડશે અને કેવી રીતે બનાવી શકાય છે...
ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે જરૂરી પુરાવા
રહેઠાણનો પુરાવો
લાઈટબીલ/વેરાબિલ
ઓળખનો પુરાવો
ડ્રાઈવિંગ લાઇસન્સ
આધારકાર્ડ
સેવા માટે જરૂરી પૂરાવા
ખરાબ થઈ ગયેલના કિસ્સામાં ઓરીજીનલ રેશનકાર્ડ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?
જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદાર ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.
અથવા digitalgujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.