Amit Shah threat case: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન અને ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કદાવર નેતા અને સાંસદ અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાઓમાં ઉશ્કેરણીજનક અને ભડકાઉ ભાષણો આપવા તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ધમકીભર્યા નિવેદનો આપવાના ગંભીર આરોપ હેઠળ શુક્રવારે અભિષેક બેનર્જી વિરુદ્ધ સત્તાવાર રીતે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસ ઉત્તર 24 પરગણા જિલ્લાના બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સામાજિક કાર્યકર રાજીબ સરકારે ચૂંટણી પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે એટલે કે ૫ મેના રોજ બાગુઈઆટી પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં ૨૭ એપ્રિલથી ૩ મે ૨૦block૨૬ દરમિયાન યોજાયેલી વિવિધ ચૂંટણી રેલીઓમાં અભિષેક બેનર્જી દ્વારા આપવામાં આવેલા વિવાદિત ભાષણોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુરાવા તરીકે સંબંધિત વીડિયો લિંક્સ પણ પોલીસને સોંપવામાં આવી હતી. જેની પ્રાથમિક ચકાસણી બાદ, પોલીસે ૧૫ મેના રોજ બપોરે 2:45 વાગ્યે ગુનો નોંધીને તપાસ સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ સિંઘા રોયને સોંપી દીધી છે.
FIRમાં અભિષેક બેનર્જી પર લાગેલા મુખ્ય બે ગંભીર આરોપો
બિધાનનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ મુખ્યત્વે બે બાબતો રેખાંકિત કરવામાં આવી છે:
1. જાહેર શાંતિ જોખમાવવાનો પ્રયાસ: અભિષેક બેનર્જીના ચૂંટણી ભાષણોમાં અત્યંત આક્રમક, ઉશ્કેરણીજનક અને ધમકીભરી ટિપ્પણીઓ સામેલ હતી. પોલીસના મતે આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનોથી જાહેર શાંતિ અને સમાજમાં સાંપ્રદાયિક સૌહાર્દ પ્રભાવિત થઈ શકે છે.
2. ગૃહમંત્રીને ધમકી અને વિપક્ષ પર પ્રહારો: જાહેર મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ખુલ્લેઆમ ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય ચૂંટણી રેલીઓમાં વિરોધ પક્ષના સામાન્ય કાર્યકરો વિરુદ્ધ પણ આક્રમક અને ડરામણી ભાષા વાપરવામાં આવી હતી.
બંગાળના આસનસોલમાં ભારે હંગામો: લાઉડસ્પીકરનો અવાજ ઓછો કરવાનું કહેતાં જ પોલીસ ચોકી પર પથ્થરમારો અને તોડફોડ, પેરામિલિટરી ફોર્સ તૈનાત
ગૃહમંત્રી અમિત શાહ પર અભિષેક બેનર્જીના છેલ્લા 4 વિવાદાસ્પદ નિવેદનો
10 એપ્રિલ 2026: બંગાળમાં ઘૂસણખોરીના ભાજપના આરોપો પર પલટવાર કરતા અભિષેકે કહ્યું હતું કે, "જો બોર્ડર પરથી ઘૂસણખોરી થઈ રહી છે તો તેની સંપૂર્ણ જવાબદારી અમિત શાહની છે, કારણ કે સીમા સુરક્ષા દળ (BSF) અને ગૃહ મંત્રાલય કેન્દ્ર સરકાર હેઠળ આવે છે, રાજ્ય સરકાર હેઠળ નહીં."
16 એપ્રિલ 2026૬: પૂર્વ મેદિનીપુરના ભગવાનપુરની રેલીમાં ભારે હંગામો મચાવતું નિવેદન આપતા કહ્યું કે, "હું અમિત શાહને ચેલેન્જ કરું છું, જો હિંમત હોય તો ૪4 મેના રોજ કોલકાતામાં રહેજો. બપોરે 12 વાગ્યા પછી મુલાકાત થશે અને ખબર પડી જશે કે તમે કેટલા મોટા ગુંડા છો. ખેલ તમે લોકોએ શરૂ કર્યો છે, પણ બાકીનો ખેલ ટીએમસી પૂરો કરશે."
25 એપ્રિલ 2026: પ્રચાર દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, "અમિત શાહ બંગાળના મતદારોને ધમકાવવાની નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. ભાજપને પોતાની કારમી હાર સામે દેખાઈ રહી છે, તેથી જ તેઓ બંગાળમાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
2 મે 2026: મતદાનના અંતિમ તબક્કા પહેલાં તેમણે સિંહગર્જના કરતા કહ્યું કે, "અમિત શાહ અને ચૂંટણી પંચ બંને કાન ખોલીને સાંભળી લે, ૪ મેના રોજ બંગાળની જનતા જડબાતોડ જવાબ આપશે. લોકશાહીને દબાવવાના તેમના દરેક પ્રયાસો નિષ્ફળ જશે."
પેટ્રોલ-ડીઝલની તંગીનો ડર ખતમ!: વૈશ્વિક યુદ્ધના સંકટ વચ્ચે ભારતે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ માટે UAE સાથે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો કરાર
બંગાળમાં પરિણામો બાદ પલટાયેલું રાજકારણ: ૪ દિવસનો રોમાંચક ઘટનાક્રમ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ માત્ર રાજકીય સમીકરણો જ નથી બદલાયા, પરંતુ અભૂતપૂર્વ ઘટનાઓ બની છે:
3 મે (ભાજપની ઐતિહાસિક જીત): બંગાળના ઈતિહાસમાં પહેલીવાર ભાજપે બહુમતી સાથે સત્તા મેળવી. 293 બેઠકોના પરિણામોમાં ભાજપે સીધી ૨૦૭ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો, જ્યારે સત્તાધારી TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. (નોંધ: ૨૯૪ બેઠકોમાંથી એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે અને તેનું પરિણામ 24 મેના રોજ જાહેર થશે.)
5 મે (મમતા બેનર્જીનો ઈનકાર): હાર છતાં મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ સીએમ પદ પરથી રાજીનામું નહીં આપે. તેમણે પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે, "અમે જનાદેશથી નહીં પરંતુ ષડયંત્રથી હાર્યા છીએ. ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને અમારી ૧૦૦ બેઠકો લૂંટી લીધી છે."
6 મે (રાજકીય હત્યા): કોલકાતા નજીક મધ્યમગ્રામમાં ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની સ્કોર્પિયો કારમાં જતા સમયે બાઇક સવાર હુમલાખોરોએ અંધાધૂંધ ૬ થી ૧૦ રાઉન્ડ ફાયરિંગ કરીને નિર્મમ હત્યા કરી દીધી.
7 મે (વિધાનસભા ભંગ): બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ મોટો નિર્ણય લઈને પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી દીધી, જેનાથી મમતા કેબિનેટની સત્તાઓ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ.
8 મે (નવા નેતાની જાહેરાત): કોલકાતાના કન્વેન્શન સેન્ટરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં સુવેન્દુ અધિકારીને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા અને ગૃહમંત્રી અમિત શાહે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી.
9 મે (સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી બન્યા): સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે બંગાળી ભાષામાં ઈશ્વરના નામે શપથ લીધા. શપથ ગ્રહણ બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા હતા અને તેમની સાથે અન્ય ૫ ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.





