Tiffany Trump visits the Taj Mahal : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ તેમના પતિ માઇકલ બાઉલોસ સાથે શનિવારે ભારતના ઐતિહાસિક શહેર આગ્રાની મુલાકાતે પહોંચ્યા છે. ટિફની ટ્રમ્પનું ચાર્ટર્ડ વિમાન સવારે 11:30 વાગ્યે આગ્રાના ખેરીયા એરપોર્ટ પર લેન્ડ થયું હતું, જ્યાંથી તેમનો આખો કાફલો કડક સુરક્ષા વચ્ચે સીધો જ વિશ્વની અજાયબી સમાન તાજમહેલ જોવા માટે રવાના થયો હતો.
ગોલ્ફ કાર્ટમાં એન્ટ્રી અને ઇતિહાસની સફર
ખેરીયા એરપોર્ટ પરથી નીકળીને ટિફની અને માઇકલ સીધા તાજમહેલ પરિસરમાં આવ્યા હતા. અહીંથી તેઓ ગોલ્ફ કાર્ટમાં બેસીને મુખ્ય સ્મારક તરફ આગળ વધ્યા હતા. આ ખાસ પ્રવાસ દરમિયાન તેમની સાથે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર અને ઓફિશિયલ ગાઇડ રમેશ ધવન પણ હાજર રહ્યા હતા. તાજમહેલની સુંદરતા જોઈને ટિફની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને તેણે ગાઇડ રમેશને પ્રેમની આ ભવ્ય ઇમારત વિશે અનેક સવાલો પૂછ્યા હતા, જેના ગાઇડે વિગતવાર જવાબો આપ્યા હતા.
નોકરીની આડમાં 'પાપ નો કારોબાર'!: USની હોટેલમાં ગુજરાતી યુવકનો ખૌફનાક ખેલ પકડાયો
ડાયના બેન્ચ પર ખાસ ફોટો સેશન
તાજમહેલના પરિસરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ડાયના બેન્ચ પર ટિફની અને માઇકલ ખાસ ફોટોગ્રાફી માટે રોકાયા હતા. બંનેએ એકબીજાનો હાથ પકડીને અલગ-અલગ પોઝમાં ખૂબ જ સુંદર તસવીરો ક્લિક કરાવી હતી. આ કપલે અંદાજે દોઢ કલાક જેટલો સમય તાજમહેલની અંદર વિતાવ્યો હતો અને તેની વાસ્તુકળાને નજીકથી નિહાળી હતી.
અમેરિકામાં $250 ની નોટ પર ટ્રમ્પની તસવીર છાપવાની તૈયારી: 160 વર્ષ જૂનો કાયદો બદલાશે, ઇતિહાસ રચવાની તૈયારી.
લંચ અને રાજસ્થાન પ્રવાસનું આયોજન
તાજમહેલની મુલાકાત પૂર્ણ કર્યા બાદ ટિફની અને માઇકલ હોટેલ અમર વિલાસ પેલેસ જવા માટે રવાના થયા હતા. આ હોટેલના જે રૂમમાં ટિફની રોકાયા છે, ત્યાંની બારીમાંથી તાજમહેલનો નજારો એકદમ સ્પષ્ટ અને અદભુત દેખાય છે. અહીં લંચ લીધા બાદ તેઓ થોડો સમય આરામ કરશે અને ત્યારબાદ સાંજના સમયે ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસન સ્થળ જેસલમેર જવા માટે રવાના થશે.
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે હોર્મુઝ સંકટ: ભારતના 13 જહાજો હજુ ફસાયેલા, સરકારની 'સિક્રેટ' રણનીતિથી બચાવ કામગીરી
ટ્રમ્પ પરિવાર અને કડક સુરક્ષા વ્યવસ્થા
અહીં ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઈ જેરેડ કુશનર સાથે તાજમહેલ આવ્યા હતા. લગભગ 6 વર્ષના લાંબા સમયગાળા બાદ ટ્રમ્પ પરિવારના અન્ય કોઈ સભ્ય આગ્રા આવ્યા છે. ટિફનીના આ પ્રવાસને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ખેરિયા એરપોર્ટથી લઈને હોટેલ અને તાજમહેલના સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે.





